Halvad-Morbi હળવદના ચરાડવા ગામે જુગાર રમતા છ શખ્સોઓ ઝડપાયા.
હળવદ પંથકમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળતા ત્યારે હળવદ તાલુકામાં આવેલ ચરાડવા ગામે કે.ટી.મિલની પાછળ ભફલાની નામે ઓળખાતી વાડીમાં જાહેરમાં જુગાર રમતા છ હળવદ પોલીસ એ ઝડપી પાડયા હતા જુગાર રમતા મુકેશ હસમુખ માકાસણા પટેલ રહે.ચરાડવા, જયેશ ભાઈહરીભાઈ સંતોકી પટેલ રહે.ચરાડવા, નિલેશભાઈ કેશવજી માકાસણા પટેલ રહે.ચરાડવા, ધનજી ભાઈજાદવજી ભાઈચાવડા દલવાડી રહે.ચરાડવા, ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ સોનગરા દલવાડી રહે.ચરાડવા . ગોરધનભાઈ ચતુરભાઈ માકાસણા પટેલ રહે.મોરબી નરસંગ ટેકરી મંદિર પાસે મૂળ ગામ ચરાડવાને સહિતના છ શખ્સો ને પોલીસે રોકડ રૂપિયા ૧૮,૨૦૦ પકડી પાડયા હતા પોલીસ એ જુગારધારાની કલમ ૧૨ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.
