Halvad -Morbi કવાડિયા પાસે બંધ ટ્રક પાછળ ચાલુ ટ્રક અથડાતાં 35 વષૅ ના યુવકનું મોત.

Loading

હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે રોડ પર અકસ્માત થવાના બનાવો દિવસે દિવસે વધતા જાય  છે આવો જ એક બનાવ હળવદ ધાંગધ્રા  રોડ  કવાડીયા ગામ પાસે બન્યો હતો  ધાંગધ્રા તરફથી આવતો ટ્રક બંધ હાલતમાં પડેલ  ટ્રક  ચાલક સાથે ધડાકાભેર અથડાતા ટ્રકમાં બેઠેલ 35 વર્ષના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ.
હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે પર વાહન ચાલકો બેફામ વાહનો ચલાવી અનેક લોકોના ભૂતકાળમાં મોતના બનાવો બન્યા છે ત્યારે આવો જ એક બનાવ  હળવદ તાલુકાના કવાડીયા ગામ પાસે બન્યો હતો ધાંગધ્રા તરફથી આવતી પુરઝડપેઅને ગફલત ભરી રીતે  ટ્રક કવાડીયા  નજીક બંધ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ધાંગધ્રા તરફથી આવતી ટ્રકમાં બેઠેલ બનાસકાંઠા જિલ્લાના સાઈ તાલુકાના ભેચાણગામના 35 વર્ષના સેંધાભાઈ ધુળાભાઈ ઠાકોર ને  ગંભીર ઇજા પામતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતુ.


 બનાવની આજુબાજુના હોટલ માલિકો તેમજ‌ખેત મજુરોને  થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અકસ્માત થતા ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો ત્યારબાદ બનાવની જાણ પોલીસને થતા  બીટ જમાદાર મહનરભાઈપ્રજાપતિ ઘટનાસ્થળે દોડી ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી  ત્યારે બાદ મૂતકની લાશને  કબજો લઈ ને પી એમ માટે  સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી  પી એમ કર્યા બાદ લાશને પરિવારજનોને સોંપી હતી.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!