Halvad-Morbi હળવદ તાલુકાના સાપકડા ગામ નર્મદા કેનાલમાં ધ્રાગધ્રા નો ૩૫ વર્ષનો યુવક પાણી પીવા જતા પગ લપસી જતાં મોત નીપજ્યું

સુરેન્દ્રનગર જીલ્લા ના  ધાંગધ્રા ગામ ના 35 વર્ષ  નો યુવક નરેન્દ્ર ભાઈ ગણપતભાઈ ચૌહાણ રાજપુત તેના સગા ના ઘરે  સાપકડા ગામે  આવેલ ત્યારે સાપકડા ભલગામડા નર્મદા કેનાલમાં પાણી પીવા જતા એકાએક પગ લપસી જતા આજુબાજુનાં ખેતરો તેમજ સગા-સંબંધી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા 

ત્યારે બાદ બનાવની જાણ થતા ગામલોકો થતા તરવૈયા ટીમ દ્વારા ‌દ્વારા લાશને કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી ત્યારે પાંચ કલાકની મહેનત બાદ નરેન્દ્ર ભાઈ ચૌહાણ ની લાશ  તરૈવયા ની ટીમે પાણીમાંથી બહાર કાઢી હતી ત્યારે બનાવની જાણ પોલીસને  બીટ જમાદાર  પ્રવીણભાઈ પટેલ સહિતના ઘટનાસ્થળે દોડી અને લાશનો કબજો લઇ પી એમ માટે  હળવદ ની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી ‌આપેલ હતી  ત્યારે ફરજ પરના ડોક્ટરે એ પી એમ ની તજવીજ ‌હાથ ધરી હતી.

હળવદ:રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!