Vinchhiya-Rajkot વિંછીયામાં પ્રેમી યુગલનો સજોડે આપઘાત: પરિણીત પ્રેમી બેન્જોવાદક ને પામવામાં પાગલ પ્રેમીકાએ સજોડે ભર્યુ પગલું.
વિંછીયા તાલુકાના ધોળીયાનો ડુંગર ઉપર ઉમર વીડમાં મોઢુકા ગામના યુવક અને સોમ પીપળીયા ગામની યુવતિએ સજોડે આપઘાત કરી લેતા અને સમાજ સંબંધ નહી સ્વીકારે તેવી દહેશતથી બંનેએ જીવન ટુંકાવી લેતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયુ છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિંછીયા પંથકમાં આવેલી ધોળીયાનો ડુંગર ઉપર વીડમાંથી યુવક અને યુવતી મૃત હાલમાં પડયા હોવાની વિંછીયા પોલીસ મથકના પીએસઆઇને મળેલી માહિતીના આધારે પોલીસ કોન્સ્ટેબલ જેઠાભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મોઢુકા ગામના રાજુભાઇ તાવિયા અને સોમ પીપળીયા ગામના હેતલબેન હોવાનું અને હેતલબેન ભજનીક હોય અને રાજુ તાવિયા બેન્જો વાદક હોય અને બંનેને આંખ મળી જતા પરંતુ રાજુ તાવીયાના લગ્ર થયા હોય અને બંનેએ લગ્ર કરવા શકય ન હોય અને પ્રેમસંબંધ સમાજ નહી સ્વીકાર તેવી દહેશતથી આપઘાત કરી લીધો છે. પોલીસે ઘટના સ્થળ પરથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.