Virpur-Rajkot વિરપુર પો.સ્ટેના અપહરણના ગુન્હાના આરોપીને પકડી તથા ભોગ બનનારને શોધી પરત કરતી રાજકોટ ગ્રામ્ય એસ ઓ જી બ્રાંચ.
પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં અલગ-અલગ ગુન્હાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા બાબતે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ ના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી બ્રાંચના પો.હેડ કોન્સ જયવિરસિહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ એમ બધાની એક ટીમ બનાવી વિરપુર પો.સ્ટેના પાર્ટ એ.ગુ.ર.નં.૪૭૨/૨૦૨૦ આઇ.પી.સી.ક.૩૬૩,૩૬૬ મુજબના કામનો આરોપી રાહુલ વીરજીભાઇ ચુડાસમા રહે.ઢુંઢીયા પીપળીયા તા.વડીયા જી.અમરેલી વાળો ભોગબનનારને ભગાડી ગયેલ હોય જેને પકડવા કચ્છ-ભુજ ખાતે મોકલતા આરોપી તેમજ ભોગબનનારને શોધી અને વિરપુર પો.સ્ટે કાયદેસરની કાર્યવાહી કરવા જાણ કરેલ છે.
પકડાયેલ આરોપી તરીકે (૧)રાહુલ વીરજીભાઇ ચુડાસમા જાતે અનું.જાતિ ઉવ.૨૪ રહે.ઢુંઢીયા પીપળીયા તા.વડીયા જી.અમરેલી
તેમજ ભોગબનનાર બાળાને પરત કરેલ છે.તપાસમાં મદદમાં રહેલ અધિકારી/કર્મચારીઃ-એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહીલ તથા પો.હેઙ.કોન્સ જયવિર સિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા સાહિલભાઈ ખોખર સહિત નાં એ કામગીરી બજાવી હતી.