Halvad-Morbi હળવદ ના જોષી પરિવાર તરફથી તેમના માતુશ્રી ના સ્મરણાર્થે શ્રી રામ ગૌશાળા માં આશ્રિત 400 ઉપરાંત ગૌમાતા ગૌવંશો ને ખોડ ની નિરણ કરવામાં આવી
માનવી ને લાડવા અને મિસ્ઠાન પ્રિય ખોરાક છે તેમ ગૌવંશ અને પશુઓ માટે ખોડ એ પ્રિય ખોરાક ગણવામાં આવે છે
હળવદ શહેર ખાતે ત્રણ રસ્તા પાસે શ્રી રામ ગૌશાળા કાર્યરત છે જેમાં 400 ઉપરાંત અંધ અપંગ અશક્ત ગૌમાતા અને ગૌવંશ આશ્રય લઈ રહ્યા છે ત્યારે આ ગૌમાતા ને દરરોજ સવારે સાંજ લીલા અને સૂકા ઘાસ ની નિરણ કરવામાં આવે છે
ત્યારે આજે હળવદ ના જોષી પરિવાર ના મનોજભાઈ તથા દીપકભાઈ જોષી દ્વારા તેમના માતુશ્રી સ્વ.સુશીલાબેન વસુદેવભાઈ જોશી ના સ્મરણાર્થે આજરોજ શ્રી રામ ગૌશાળા માં આશ્રિત તમામ ગૌવંશો ને ખોડ ની નિરણ કરી સદગત ના મોક્ષર્થે જીવદયા ની શ્રેષ્ઠ સેવાકીય પ્રવૃત્તિ કરી હતી ત્યારે ઉલ્લેખનીય છે કે માનવી ને લાડવા અને મિસ્ઠાન અતિ પ્રિય ખોરાક છે
તેજ રીતે ગૌવંશો અને પશુઓ ને ખોડ અતિ પ્રિય અને તેમના માટે લાભકારી ખોરાક છે ત્યારે જોષી પરિવાર દ્વારા તમામ ગૌવંશો ને ખોડ ની નિરણ કરતા ગૌશાળા માં આશ્રય લઈ રહેલ તમામ ગૌવંશો અને અબોલજીવો તૃપ્ત થયા હતા આમ હળવદ ના જોષી પરિવારે અનોખી રીતે સદગત ના આત્મા ના મોક્ષર્થે સેવાકીય કાર્ય કરી જીવદયા ની અનોખી પ્રવૃત્તિ થકી અબોલ જીવો ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.