Halvad-Morbi ઘનશ્યામગઢ ગામના વૃદ્ધને રીક્ષા ચાલક એ છરીની અણીએ 7400 રૂપિયા ની લૂંટ ચલાવી ને નાસી છૂટયા.
ઘનશ્યામ ગઢ ગામના વૃદ્ધને રીક્ષા ચાલક એ છરીની અણીએ 7400 રૂપિયા ની લૂંટ ચલાવી ને નાસી છૂટયા
હળવદ તાલુકાના ઘનશ્યામ ગઢ ગામના ૭૫ વર્ષના વૃદ્ધ રિક્ષામાં બેસી માર્કેટિંગ યાર્ડ થી હળવદ ગામ તરફ આવતા ત્યારે રિક્ષાચાલક છરી બતાવી 7400 લૂંટ કરી કરી નાસી ગયેલ ભોગ બનનાર વૃધ્ધ એ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ કરી હતી.
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લૂંટ અને ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે બન્યો હતો જેમાં હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામ ના 75 વર્ષીય બાવલભાઈનાથાભાઈ હળવદ માર્કેટિંગ યાર્ડ રોડ પરથી રીક્ષામાં બેસીને હળવદ ગામ તરફ આવતા હતા ત્યારે સરકીટ હાઉસ નજીક પહોંચતા કોઈ અજાણ્યા રિક્ષાચાલકે છરી બતાવીને રૂપિયા 7400 રોકડ રકમની લૂંટ કરી નાસી છુટ્યો હતો જ્યારે ભોગ બનનાર વૃદ્ધ બાવલભાઈ નાથાભાઈ ગોપાણી એ હળવદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સે લૂંટ કર્યાની ફરિયાદ કરતા આ અંગે ગુનો નોંધી આગળ નીવધુ તપાસ હળવદ પોલીસ ચલાવી રહી છે આ ઘટનાને પગલે હળવદ પંથક રીક્ષાઓમાં મુસાફરી કરતા વર્ગમાં ચિંતા સાથે ફફડાટ નો માહોલ જોવા મળી રહ્યો છે તેમ જ આવા લેભાગુ તત્વોને તાત્કાલિક પોલીસ દ્વારા ઝડપી પાડી આમ જનતાને શાંતિ પૂનઃ સ્થાપીત થાય એવી પણ હળવદ તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં તીવ્ર લોકમાંગ ઉઠવા પામી છે.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.