Halvad -Morbi મોરબી પોલીસ પ્રજાની મિત્ર જ નહી પાલનકર્તા પણ બની: હળવદમાં માનસીક બીમાર મહિલા સાથે દુષ્કર્મની ઘટના વખતે મળી આવેલ બાળકને પોલીસ દત્તક લીધુ.
મોરબી જિલ્લાના હળવદમાં એક માનસિક બીમાર મહિલા સાથે એક શખ્સ દુષ્કર્મ આચરતો હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. જે બાદ પોલીસ હરકતમાં આવી હતી અને દુષ્કર્મ આંચરનાર આરોપી તેમજ વીડિયો બનાવનાર બન્નેને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાના જે વિડીયો કલીપ ફરતી હતી તેમાં ઘટના વખતે એક બાળક પણ ત્યાં બેઠું હોવાનું બહાર આવતા આ બાળક કોણ છે ત્યાં કેવી રીતે પહોંચ્યું તેવા સવાલ ઉઠ્યા હતા.આ અંગે તપાસ કરતા બાળક બીમાર મહિલાનું હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પોલીસના ડ્રેસ રહેલા માણસની માનવતા ફૂટી નીકળી હતી અને બાળક જો આસ્થિતિમાં રહેશે તો તેનું ભવિષ્ય ખરાબ થશે આ વિચાર સાથે પોલીસ પરિવારે પોતાના પરિવારનો સભ્ય બનાવવાનું નક્કી કર્યુ.
જે બાદ આ અંગે જિલ્લા પોલીસ વડા.એસ.આર.ઓડેદરા જણાવ્યું હતું કે માતાની સ્થિતિ જોતા બાળકનું ભવિષ્ય અંધકારમય બને અથવા ખોટી સંગતથી ગેર માર્ગે દોરાઈ શકે છે જો તેને યોગ્ય વાતાવરણ મળે તો બાળક સમાજમાં પ્રવાહમાં ભળી શકે અને ભવિષ્યમાં એક સારા નાગરિક બની શકે છે.તે માટે જિલ્લા પોલીસ પરિવારે જ દત્તક લઈ તેના શિક્ષણ અને જતનની જવાબદારી લીધી છે હાલ માતા અને બાળક બન્ને એક સેવાકીય સંસ્થામાં રાખવામાં આવ્યા છે.આગામી દિવસોમાં બાળકનું નવું નામકરણ અને દસ્તાવેજ કામગીરી હાથ ધરવામાં આવશે.જે બાદ તેનું બેન્ક એકાઉન્ટ ખોલી પોલીસ પરિવાર સ્વૈચ્છિક ફાળો એકત્ર કરી તેના શિક્ષણ અને અન્ય જરૂરિયાત માટે ખર્ચવામાં આવશે.
હળવદ:રમેશ ઠાકોર દ્વારા.
