Halvad -Morbi કોયબા ગામની વાડી માંથી 800 ફુટ કેબલ 25 હજાર નો ચોરી થતા પોલીસ ફરિયાદ.
હળવદ પંથકમાં ચોરી થવાના બનાવ દિવસે દિવસે વધતા જાય છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં બન્યો હતો કોયબા ગામ ના હીરાભાઈ પેથાભાઈ કોળીની વાડીમાં 800 ફૂટ કેબલ કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરીને નાસી છુટતા ૨૫ હજારની મતાની ચોરી અંગેની ભોગ બનનાર ખેડૂતે એ હળવદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરેલ હતી
હળવદશહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય ચોરી થવાના બનાવો વધતા જાય છે
ત્યારે આવો જ એક બનાવમોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં ગુરુવારની રાત્રે હીરાભાઈ પેથાભાઈ કોળીની વાડીમાં કોઈ તસ્કરોઓ વાડી માં પ્રવેશ કરી 400 400 ફૂટ ના બે કેબલો કુલ 800 ફુટના ચોરી કરીને નાસી છુટયા હતા ત્યારે બનાવની જાણ ગામના સરપંચ ભગીરથસિંહ અને આજુબાજુના ખેત મજૂરો અને ખેડૂતો વાડી હીરાભાઈ કોળી ની વાડીએ દોડી આવ્યા ત્યારબાદ હીરાભાઈ કોળીએ હળવદ પોલીસ સ્ટેશનમા800 ફૂટ કેબલ કિંમત રૂપિયા ૨૫ હજારની ચોરી અંગેની લેખિત ફરિયાદ કરી હતી જ્યા વધુ તપાસ હળવદ પોલીસ ચલાવી રહી છે.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.