કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનનું નિધન, પુત્ર ચિરાગે કરી પુષ્ટી: રામવિલાસ પાસવાન 24 ઓગસ્ટથી દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ હતા. શરૂઆતમાં તેઓ રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ તેમની તબિયત લથડી હતી.
કેન્દ્રી મંત્રી રામ વિલાસ પાસવાનનું નિધન થયું છે. આ સમાચાર અત્યારે જ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રામવિલાસ પાસવાન 24 ઓગસ્ટથી દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ છે, શરૂઆતમાં તેઓ રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ તેમની તબિયત લથડી હતી.ત્યાર બાદ તેમને આઈસીયુમાં દાખલ કરાયા હતા. તેમના પુત્ર ચિરાગ પાસવાનના જણાવ્યા અનુસાર, રામ વિલાસ પાસવાન અમુક બિમારીઓ સામે લડી રહ્યા હતા. રામ વિલાસ પાસવાનના નિધનના સમાચાર તેમના પુત્ર ચિરાગે ટ્વિટ કરીને આપ્યા હતા.
એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રામ વિલાસ પાસવાનના પુત્ર ચિરાગે ટ્વીટર ઉપર ટ્વિટ કરીને ભાવુ પોસ્ટ કરતા લખ્યું હતું કે, ‘પપ્પા.. હવે તમે આ દુનિયામાં નથી પરંતુ મને ખબજ છે કે તમે જ્યાં પણ હશો હંમેશા મારી સાથે છો. Miss you Papa…’
ચિરાગ પાસવાને ચાર ઓક્ટોબરે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે ‘છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં પપ્પાની સારવાર ચાલી રહી છે. કાલે સાંજે અચાનક ઉત્પન્ન થયેલી પરિસ્થિતિઓના કારણે મોડી રાત્રે તેમના હાર્ટનું ઓપરેશન કરવું પડ્યું હતું. જરૂર લાગશે તો શક્ય છે કે આગામી કેટલાક સપ્તાહમાં વધુ એક ઓપરેશન કરવું પડશે. સંકટની આ ઘડીમાં મારા અને મારા પરિવાર સાથે ઊભા રહેવા માટે તમારો આભાર’
મૌસમ વિજ્ઞાની કહેવાતા રામ વિલાસ પાસવાન 1969માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પાસવાન મોદી કેબિનેટમાં ઉપભોક્તા મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી હતી.
5 જુલાઈ 1946ના દિવસે બિહારના ખગડિયામાં જન્મેલા રામવિલાસ પાસવાન કોસી કોલેજ અને પટના યુનિવર્સિટીથી પોતાનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ 1969માં બિહારના ડીએસપી તરીકે પસંદ પામ્યા હતા. 1969માં પહેલીવાર સંયુક્ત સોશલિસ્ટ પાર્ટીથી ધારાસભ્ય બનનાર પાસવાન રાજ નારાયણ અને જયપ્રકાશ નારાયણને અનુસરણ કરતા હતા.
પાસવાન 1974માં પહેલીવાર લોકદળના મહાસચિવ બન્યા હતા. તેઓ વ્યક્તિગત રૂપથી રાજ નારાયણ, કપૂરી ઠાકુર અને સત્યેન્દ્ર નારાયણ સિન્હા જેવા કટોકટના પ્રમુખ નેતાઓના નજીકના ગણાતા હતા.
પાસવાને બે લગ્ન કર્યા હતા. પહેલી પત્ની રાજકુમારી દેવી સાથે તેમનો સંબંધ 1969થી 1981 સુધી રહ્યો હતો. 1982માં તેમણે રીના શર્મા સાથે લગ્ન કર્યા હતા. પાસવાનને પરિવારમાં તેમના પત્ની ઉપરાંત બે પુત્રીઓ ઉષા અને આશા પાસવાન અને એક પુત્ર ચિરાગ પાસવાન છે.