શીલ્લોંગ, મેઘાલય ના અધ્યાપકો ને ઓનલાઇન શિક્ષણ અંગે ભાવનગર યુનિ ના વિનયન વિદ્યાશાખા ના ડીન અને અંગ્રેજી ભવન ના અધ્યક્ષ ડૉ. દિલીપ બારડ દ્વારા પ્રશિક્ષણ.

Loading

કોરોના મહામારી ની વિકટ પરિસ્થિતિ માં ભારત ભર ના રાજ્યો ના શિક્ષકો ઓનલાઇન શિક્ષણ અંગે પ્રશિક્ષણ લઈ રહ્યા છે. બધાંજ શિક્ષકો માં ચિંતા પ્રવર્તે છે કે ‘રીમોટ ઓનલાઇન શિક્ષણ’ ને રસપ્રદ કેમ બનાવવું? કઈ રીતે વિદ્યાર્થીઓ ને સંલગ્ન રાખવા અને ઓનલાઇન શિક્ષણ ની પ્રક્રિયા ના ભાગીદાર બનાવવા?
આ અંગે શીલ્લોંગ, મેઘાલય ની ‘લેડી કિઅન કૉલેજ’ ના IQAC દ્વારા તેમની કોલેજ ના અધ્યાપકો ને પ્રશિક્ષિત કરવા અંગે દ્વિ-દિવસીય કાર્યશાળા નું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યશાળા ના સમગ્ર આયોજન માં અંગ્રેજી ભવન ના અધ્યક્ષ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. ના આર્ટસ ફેકલ્ટી ના ડીન તેમજ ભાવનગર યુનિ ના ડિજિટલ ઇન્ડિયા સેલ ના કોઓર્ડિનેટર ડૉ. દિલીપ બારડ ની સેવા લેવામાં આવી હતી.
સમગ્ર કાર્યશાળા ની રૂપ રેખા તૈયાર કરવામાં તેમજ મુખ્ય રેસોર્સ પર્સન તરીકે ડૉ. દિલીપ બારડ ને શીલ્લોંગ, મેઘાલય ની આ કોલેજ દ્વારા આમંત્રિત કરવામાં આવેલ હતા.
આ ઓનલાઇન પ્રશિક્ષણ શિબિર માં મેઘાલય ના આશરે 75 અધ્યાપકો જોડાયા હતા. બે દિવસ ની શિબિર માં ભારત ના પશ્ચિમ છેડા ના રાજ્ય , ગુજરાત ના ભાવનગર ની યુનિ ના અંગ્રેજી ભવન માં થી, છેક ભારત ના પૂર્વી છેડે આવેલ મેઘાલય ના અધ્યાપકો ને ટેકનોલોજી ના માધ્યમ થી જોડી, online શિક્ષણ માટે પ્રશિક્ષિત કરવાનો આ પહેલો બનાવ હશે.
મ. કૃ. ભાવ યુનિ માટે તેમજ ગુજરાત માટે પણ આ ગર્વ લેવા જેવી બાબત છે કે આ કોરોના આપત્તિ કાળ માં વિકટ પરિસ્થિતિ ને અવસર માં બદલી ને યુનિ ના અધ્યાપક ભારત ના છેવાડાના રાજ્યો ના અધ્યાપકો ને પ્રશિક્ષિત કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.
આ ઓનલાઇન પ્રશિક્ષણ શિબિર માં મેઘાલય ના અધ્યાપકો ને કોન્ટન્ટ મેનેજમન્ટ સિસ્ટમ, લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, લાઈવ ટીચિંગ, વિડિઓ રેકોર્ડિંગ ના નવા વિકલ્પો દ્વારા અસરકારક ઓનલાઇન શિક્ષણ માટે તૈયાર કરવામાં આવેલ હતા.
આ કોરોના લોકડાઉન માં શાળા કોલેજો બંધ રહેતા શિક્ષકો માં ઓનલાઇન શૈક્ષણિક કાર્ય ને સુદ્રઢ બનાવવા માટે ના ઉત્તમ વિકલ્પો અને અભિનવ વિચારો જાણવાની ભૂખ ઉઘડી છે. આ સમયે યુનિ ના ડિજિટલ ઇન્ડિયા સેલ ના કોઓર્ડિનેટર દિલીપ બારડ દ્વારા મેઘાલય ના અધ્યાપકો ઉપરાંત ચેન્નાઇ, તામિલનાડુ ના અધ્યાપકો ને પણ આ રીતે પ્રશિક્ષિત કરેલા છે. તેઓ એ મ. કુ. ભાવ. યુનિ સાથે જોડાયેલી કોલેજ ના 400 અધ્યાપકો ને પણ એક સપ્તાહ ના ઓનલાઇન પ્રશિક્ષણ શિબિર માં ટ્રેનિંગ આપેલી છે.

error: Content is protected !!