Halvad-Morbi હળવદ માંથી ૧૧ વર્ષનું બાળક ગુમ: આજે બે દિવસ થાય કોઈ જ પતો નહીં:પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ બાળક ન મળતા પોલીસ ફરિયાદ નોંધાવી.
હળવદના મોરબી ચોકડી પર આવેલ એક કારખાનામાં રહેતા પ્રજાપતિ પરિવારનો ૧૧ વર્ષનો દીકરો ગઈકાલે બપોરે ગુમ થતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ સાંજ સુધી આ બાળક મળી ન આવતા આખરે પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જોકે બે દિવસ થયા પણ હજુ આ બાળકનો કોઈ જ પત્તો ન મળ્યો હોવાનું જાણવા મળ્યું છે
હળવદ માળીયા હાઈવે પર આવેલ મોરબી ચોકડી પરના વિશાલ પેકેજીંગ નામના કારખાનામાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જયેશભાઈ પ્રજાપતિ ને સંતાનમાં બે દીકરા હોય જેમાં મોટો દીકરો ધ્રુવ ઉર્ફે કાનો ઉંમર ૧૧ અને તેનો નાનો ભાઈ શિવમ બંને ગઈકાલે બપોરના રમતા હતા એ વેળાએ શિવમ ઘરે જઈ સૂઈ ગયેલ અને ધ્રુવ ઉર્ફે કાનો ઘરે ન આવતા તેના પરિવારજનો દ્વારા આજુબાજુમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી
પરંતુ મોડી સાંજ સુધી પણ આ બાળકનો કોઈ પત્તો ન મળતા આખરે પરિવારજનો પોલીસ મથકે દોડી ગયા હતા અને આ અંગેની પોલીસમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી જેથી હાલ તો પોલીસ દ્વારા આજુ બાજુમાં રહેલ સીસી ટીવી કેમેરાના ફૂટેજ જોઈ તપાસ હાથ ધરી છે સાથે જ બાળકના પરિવારજનો દ્વારા પણ તેઓના સગાવ્હાલાં તપાસ કરી રહ્યા છે તેમ છતાં પણ હજુ સુધી એટલે કે આજે બે દિવસ થયા છતાં બાળકની કોઇ જ ભાળ મળી નથી જે જો કોઈને આ ફોટામાં રહેલ બાળક ક્યાંય નજરે ચડે તો હળવદ પોલીસ અથવા તો તેના પરિવારજનોના મોબાઈલ નંબર 9664961406 પર સંપર્ક કરવા પરિવાર દ્વારા અપીલ કરાઇ છે.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.