Upleta-Rajkot ઉપલેટા શહેરમાં કડવા પટેલ સમાજ ખાતે કોમ્યુનિટી આઈશોલેશન સેન્ટર શરૂ કરવામાં આવેલું છે જેમાં કડવા પટેલ સમાજના લોકો લઈ રહ્યા છે લાભ.
દેશ અને દુનિયામાં જે રીતે કોરોનાવાયરસ અનેક લોકોનો ભોગ લઈ રહ્યો છે સાથે સાથે અનેક લોકોને પોતાની ઝપેટમાં પણ મળી રહ્યો છે. કોરોનાની સારવાર લેવા માટે તકલીફ ન પડે તે માટે ઉપલેટા શહેરમાં આવેલ કડવા પટેલ સમાજ ખાતે કડવા પટેલ સોશિયલ ગ્રૂપ તેમજ કડવા પટેલ સમાજ ઉપલેટા દ્વારા કડવા પટેલ સમાજ ના લોકો માટે એક આઈશોલેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે
જેમાં કડવા પટેલ સમાજના લોકો દ્વારા કોરોના પોઝિટિવ આવેલા વ્યક્તિઓને સારવાર માટેની તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી કરીને લોકોને ઘરે તેમજ મોટા હોસ્પિટલમાં જવું ન પડે તેવી આ કડવા પટેલ સમાજ દ્વારા એક સુવિધા ઊભી કરાય છે તેમનો લાભ કડવા પટેલ સમાજ ના લોકો રહ્યા છે.આ આઈશોલેશન સેન્ટરની અંદર અત્યાર સુધીમાં ૮ દર્દીઓ માટે આવ્યા છે જેમાં એક વ્યક્તિને ધોરાજી રીફર કરાયું છે અને બે દર્દીઓ સાજા થયેલ છે જ્યારે પાંચ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
ઉપલેટા:-આશિષ લાલકિયા દ્વારા.