Gondal-Rjakot ગોંડલ ખાતે ઉત્તર પ્રદેશના હાથસર મુદ્દે અલગ સંસ્થા દ્વારા સયુંકત રીતે ગોંડલ તાલુકા સેવા સદન કચેરી ખાતે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
યુપીના હાથરસ મુદે સમગ્ર ગુજરાતમા સફાઈકર્મીઓ એક દિવસ કચરો નહીં ઉપાડે ના કરાયેલ એલાન સાથે ગોંડલ શહેર ના સફાઈ કર્મચારીએ જોડાઈ જેલ ચોકથી રેલી કાઢીને પ્રાંત કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું .
હાથરસમાં બનેલી ગેંગરેપની ઘટનાના વિરોધમાં ગોંડલના સફાઈકર્મીઓ જોડાયા હતા આરોપીને ઝડપી સજા થાય એવી માગ સાથે ગોંડલ ના સફાઈ કર્મીઓ એ એક દિવસ કચરો નહીં ઉપાડીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને ગોંડલ જેલચોક માંથી રેલી કાઢી ને આંબેડકર ચોક થી કડીયા લાઈન, કોલેજ ચોક થઈ પોલીસ બંદોબસ્ત વચ્ચે . અખિલ ભારતીય સફાઈ કામગાર સંગઠન.ગોંડલ,શ્રી વાલ્મિકી યુવા શક્તિ સંગઠન. ગોંડલ,શ્રી વાલ્મિકી સુધારક મંડળ.ગોંડલ સંયુક્ત રીતે સાથે મળી ને ગોંડલ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.