Halvad-Morbi હળવદ શહેર ના ચાર પ્રકૃતિ પ્રેમીઓ નું વન વિભાગ દ્વારા બજાણા ખાતે સન્માન કરવામાં આવ્યું.

Loading

હળવદ ના સ્નેક રેસ્કુયર એમ.ડી.મહેતા , ગૌસેવક ભાવેશભાઈ ઠક્કર , પક્ષી પ્રેમી ઉષાબેન જનકભાઈ ચૌહાણ અને સેવાભાવી યુવાન અને જીવદયા પ્રેમી તપનભાઈ દવે નું વન વિભાગ ના ઉચ્ચ અધિકારી શ્રી સુચેન્દ્રા સાહેબ ના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું

પ્રકૃતિ નું જતન કરવું તે માનવ માત્ર ની પ્રાથમિક જવાબદારી છે ત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે પ્રકૃતિ પ્રેમીઓ અને વન્ય પ્રાણીઓ ની સેવા કરી રહ્યા છે તેવા હળવદ ના ચાર સેવાભાવીઓ નું આજરોજ પાટડી તાલુકા ના બજાણા મધ્યે આવેલ વન સંકુલ ખાતે વન વિભાગ ઉચ્ચ અધિકારીઓ ના વરદ હસ્તે સન્માન પત્ર આપી અને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ચાર સેવાભાવીઓ ની વિગતે વાત કરીએ તો હળવદ માં વર્ષો થી સ્નેક રેસ્ક્યુ માટે કાર્ય કરી રહ્યા છે તેવા મુકુંદભાઈ મહેતા (એમ.ડી મહેતા) કે જેમણે અત્યાર સુધી માં રાત દિવસ જોયા વગર ની:સ્વાર્થ ભાવે ૫૦૦ જેટલા સર્પ નું રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું છે અને એમાં પણ અતિ ઝેરી એવા ૪૦૦ જેટલા કોબ્રા સર્પ નું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરેલ છે

એજ રીતે ઘુડખર નિલ ગાય અને અન્ય વન્ય જીવો જ્યારે ઘાયલ થાય ત્યારે ખડેપગે રહી અને અબોલ જીવો ની સતત સેવા કરતા ભાવેશભાઈ ઠક્કર ( બજરંગદળ ) નું પણ આજરોજ સન્માન કરવામાં આવ્યું હતું અને હળવદ ની આસપાસ પક્ષીઓ જ્યારે ઘાયલ થાય ત્યારે તેમની નિઃસ્વાર્થ ભાવે પોતાના જીવ થી વિશેષ સંભાળ લઈને છેલ્લા ઘણા વર્ષો થી સેવા કરી રહ્યા છે તેવા ઉષાબેન જનકભાઈ ચૌહાણ નું પણ આજરોજ સન્માન કરવામાં આવ્યું હતું અને હળવદ ના સેવાભાવી યુવાન જીવદયા પ્રેમી તપનભાઈ દવે નું પણ સન્માન આજરોજ વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં વન વિભાગ ના અધિકારી સર્વે શ્રી સુચેન્દ્રા સાહેબ (Conservator of Forests ,CF) , DCF અસોડા સાહેબ , ACF દવે સાહેબ , હળવદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પરમાર સાહેબ , વનપાલ કે.એમ.પરમાર, એ.આઈ પઠાણ , વનરક્ષક વિષ્ણુભાઈ રબારી, સી.કે ચોસલા હાજર રહી અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!