Morbi-મોરબીના લીલાપર ગામ નજીકથી ચોરીના મોટર સાઈકલ સાથે એક ઝડપાયો.

Loading

મોરબી તાલુકા પોલીસ મથકના મોટર સાઈકલની ચોરી કરનાર શખ્સને મોરબી તાલુકા પોલીસને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી સીપીઆઈ આઈ એમ કોંઢીયા તથા તાલુકા પોલીસ મથકના પી. એસ. આઈ. એ. એ. જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફ પી એસ આઈ ડી. વી. ડાંગર, જુવાનસિંહ ઝાલા, વિજયભાઈ ડાંગર, શક્તિસિંહ જાડેજા અને જયપાલસીહ સહિતની ટીમે વાહન ચોરીના ગુના શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના લાલપર ગામ નજીક વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરનું મોટર સાઈકલ નીકળતા તેને રોકી તલાસી લેતા પોકેટ કોપની મદદથી સર્ચ કરતા જીજે ૦૩ એફએન ૮૦૬૫ વાળું મનસુખભાઈ લખમણભાઈ ભંગેરિયાનું હોય જે આરોપી દિલીપભાઈ ઉર્ફે જીગો સવજીભાઈ સુરેલા રહે-માણેકવાડા, મોરબી વાળો મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા ક્રિષ્ના પાન નાસ્તા હાઉસની પાછળથી રાત્રીના ચોરી કરી હોવાની કબુલાત આપતા પોલીસે તેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.

error: Content is protected !!