Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ધોરાજીના મોટીમારડમાં ક્રિકેટના સટ્ટા પર પોલીસનો દરોડો ત્રણ બુકી સહિત ચાર શખ્સો ઝબ્બે રૂ.૯૧૧૫૦ નો મુદામાલ કબ્જે તપાસનો ધમધમાટ
ધોરાજીના મોટી મારડમાં ક્રિકેટના સટ્ટા પર પોલીસે દરોડો પાડી ત્રણ બુકી સહિત ચારને પકડી પાડી રૂ.૯૧૧૫૦નો મુદામાલ કબ્જે કરી સપાટો બોલાવી દીધો છે.
આ અંગે મળતી વિગતો મુજબ પાટણવાવના પીએસઆઈ વા.બી. રાણાને મળેલ પૂર્વ બાતમીના આધારે મોટી મારડ ગામે ઓફીસમાં આઈપીએલના ક્રિકેટ મેચ પર રમાતા સટ્ટા પર પોલીસે રેડ કરતાં ત્રણ બુકી સહિત ૪ જણાને રૂ.૯૧૧૫૦ના મુદામાલ સાથે પકડી પાડેલ હતાં
આ બનાવમાં તપાસ કરતાં અન્ય ૬ શખ્સોના નામો ખુલતા તેમને પકડવા ચક્રો ગતિમા્ન કરેલ છે. મોટી મારડ ગામે બસ સ્ટેન્ડ મેઇન બજાર રોડ પર આવેલ પટેલ રવિ ઇશ્ર્વરભાઈ વડાલીયા તેની ઓફીસમાં આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમીથી આ દરોડો પાડવામાં આવેલ હતા. મોટી મારડના રવિ વડાલીયા અખીલ ભાસ્કરભાઈ દલસાણીયા, તેજસ શીરીષભાઈ સાતા, બીરજુ માકડીયાને રૂ.૨૪૦૦૦ ટીવી સેટઅપ બોક્સ તથા મોબાઈલ ફોન નં. ૮ મળી રૂ.૯૧૧૫૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. અને સટ્ટો રમનાર ગીની હરેશભાઈ ડેડાણીયા (રહે. મોટી મારડ) સહિતના નામે ખુલતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવની તપાસ પીએસઆઇ વાય.બી. રાણા ચલાવી રહેલ છે
ધોરાજી:-સકલેન ગારાણા દ્વારા.
418 thoughts on “Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ધોરાજીના મોટીમારડમાં ક્રિકેટના સટ્ટા પર પોલીસનો દરોડો ત્રણ બુકી સહિત ચાર શખ્સો ઝબ્બે રૂ.૯૧૧૫૦ નો મુદામાલ કબ્જે તપાસનો ધમધમાટ”
Comments are closed.