Halvad-Morbi રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હળવદનાં રામ વિલા બંગલોઝ ખાતે શુભેચ્છા મુલાકાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયુ.
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રવિવારે અમદાવાદ થી કચ્છ માતાનો મઢ આશાપુરા માતાજીના દર્શન કરવા આવતાં પરત ફરતા હળવદના રામ વિલા બંગ્લોઝ માં તેમના સગા ભાજપ ના આગેવાન ધીરૂભા ઝાલા અને તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા ના નિવાસી સ્થાને આવીને શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ત્યારે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ને ધીરુભાઝાલા ધર્મેન્દ્રસિંહ ઝાલા નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ પટેલ .ધર્મેશભાઈ જોષી મહેશભાઈ નાડોદા સહિતના ભાજપ ના આગેવાનો એ ફુલહાર વિધી કરી આવકારીને સ્વાગત કયુ હતુ આ પ્રસંગે મોરબી જિલ્લા પોલીસ વડા તેમજ હળવદ પોલીસ સ્ટેશન પી આઈ પી એ દેકાવાડીયા સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ રામવિલા બંગલોઝ ખાતે દોડી આવ્યા હતાં અને ગૃહમંત્રી શ્રી ને પોત પોતાની રીતે શુભેચ્છાઓ અને સ્વાગત ની ભરમાર થતી જોવા મળી હતી.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.