હળવદમાં VSSM સંસ્થા દ્વારા ૬,૮૦,૦૦૦/- ના ચેક વિચરતી વિમુક્ત જાતિ પૈકીના કાંગસિયા સમુદાયના ૩૪ પરિવારોને અર્પણ કરવામાં આવ્યા હતાં.

વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા દ્વારા હળવદના મલ્લવાસમાં વસવાટ કરતા ૩૪ પરિવારોને વગર વ્યાજની લોન આપવામાં આવી હતી.દરેક પરિવારોને વીસ વીસ હજારની રકમ એમ કુલ 6.80 લાખની રકમ ના લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સંસ્થા દ્વારા વિચરતી વિમુક્ત જાતિમાં સમાવેશ થતાં દરેક પરિવારને રખડતુ ભટકતુ જીવન અટકાવવા તેમજ સ્થાઇ કરીને સરનામા વિનાના માનવીને સરનામું અપાવવા તથા તમામ પ્રકારના ઓળખના આધાર પુરાવાઓ અપાવવા અને પ્લોટ મકાન અપાવવા અને રોજગારી બાબતે નાના-મોટા ધંધાઓમાં આત્મનિર્ભર કરવા ઉપરોક્ત દર્શાવેલ તમામ પ્રકારની કામગીરીમાં મદદરૂપ થવા વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાના મુખ્ય સચિવ શ્રી મિત્તલબેન પટેલના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવે છે.

આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે રોટરી ક્લબ ઓફ હળવદ
ના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તથા નરભેરામભાઈ અઘારા ખાસ હાજર રહ્યા હતા.અને એમના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે હળવદ શહેર અને તાલુકામાં ખરેખર જરૂરિયાત અને મદદની જરૂરત છે એવા સમુદાય માટે બહારની સંસ્થા અહીંયા આવીને આવા મોટા તેમજ પાયાના અને નક્કર પગલાં લઈને ભગિરથ કાર્ય કરતી હોય ત્યારે અમારી પણ ફરજ છે કે જ્યારે અમારા લાયક કોઈપણ જાતની સેવા ની મદદ ની જરૂર હોય ત્યારે અમે પણ આવા નિષવાર્થ કાર્યમાં ચોક્કસ સહભાગી બનવાની ઈચ્છા રાખીયે છીએ. સાથે મળીને કામ કરવા માંગીએ છીએ.

આ કાર્યક્રમને સફળ બનાવવા વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાના કાર્યકર કનુભાઈ બજાણીયા અને છાયાબેન પટેલે જહેમત ઉઠાવી હતી.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!