Tankara-Morbi ટંકારા તાલુકાના નસીતપર ની સીમ વિસ્તારમાં બાઈકમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો.
ટંકારા પોલીસ ટીમે નસીતપર નજીકથી મોટરસાયકલમાં પસાર થતા ઈસમને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂ અને બાઈક સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન નસીતપર ગામે ડેમી-૨ ના કાચા રસ્તા પરથી જતા મોટરસાયકલને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ નવ કીમત રૂપિયા બે હજાર સાતસો મળી આવી હોય જેથી પોલીસે બાઈક જીજે ૦૩ એસએસ ૮૩૫૪ અને દારૂ સહીત ૨૨,૭૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરીને આરોપી જશું ધનાભાઇ પરમાર (ઉ.વ.૨૪) રહે હાલ નસીતપર ગામની સીમ મૂળ દાહોદ વાળાને ઝડપી લીધો છે.જે કામગીરીમાં ટંકારા પીએસઆઈ બી. ડી. પરમારની ટીમના વિજયભાઈ બાર, બીપીનભાઈ શેરશીયા, સિદ્ધરાજસિંહ જાડેજા, વિજયભાઈ ચાવડા, ગૌરવભા ગઢવી, એફ આઈ પઠાણ, જેસાભાઈ ડાંગર સહિત ટીમ જોડાયેલ હતી.
મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા