Morbi-મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો.

Loading

મોરબી તાલુકા પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમને સીપીઆઈ ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ અપહરણના કેસો શોધી કાઢવા સીપીઆઈ આઈ એમ કોઢિયાની ટીમના અનંતરાય પટેલ, વિક્રમસિંહ ભાટિયા સહિતની ટીમ કાર્યરત હોય દરમિયાન મોરબી તાલુકા પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી અને ભોગ બનનાર એમપીના ચંદ્રશેખર આઝાદનગર ખાતે હોવાનું ટેકનીકલ સોર્સ દ્વારા જાણવા મળતા ટીમ રવાના કરવામાં આવી હતી.અને અપહરણના આરોપી રમેશ નાનુરામ યાદવ રહે.ફતેપુરા તા.ખંડેલા રાજસ્થાન તેમજ ભોગ બનનારને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આગળની તપાસ ડીવાયએસપી એસસી એસટી સેલ આઈ. એમ. પઠાણ ચલાવી રહ્યા છે.

મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.

error: Content is protected !!