Halvad-Morbi હળવદમાં ટી સ્ટોલના શુભારંભની આવક ગૌ સેવામાં અર્પણ : નવયુવનોનું બેમીશાલ કાર્ય:સરા ચોકડીએ ખેતલા આપા ટી સ્ટોલનો પ્રારંભ કરતા સામાજિક અને ગૌપ્રેમી યુવાનો.
સૌરાષ્ટ્ર સહિત ગુજરાત આખાને ચાનું ઘેલું લગાડનારા ખેતલાઆપા ટી સ્ટોલની હવે હળવદ ના લોકો પણ ચાઈ ની ચુસ્કી માણી સકશે હળવદના નગરજનો અને ખાસ ચા ના રસિયાઓ માટે ખુશી ના સમાચાર છે કેમ કે હળવદ શહેર માં આવેલ સરા ચોકડી ખાતે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર સામે ખેતલા આપા ટી સ્ટોલ નો આજે શુભારંભ થયેલ છે
જ્યાં સવાર થી મોડી રાત્રી સુધી ગુજરાતમાં ખ્યાતનામ એવી ખેતલા આપા ટી સ્ટોલ ની પ્રખ્યાત ચા નો સ્વાદ રસિકો માણી શકશે ત્યારે ખેતલા આપા ટી સ્ટોલના સંચાલક વિજયભાઈ ભરવાડ દ્વારા આજ ના શુભારંભ દીને થયેલ તમામ આવક ગૌસેવા માં અર્પણ કરી સમાજને એક નવો રાહ ચીંધ્યો છે ત્યારે ખેતલા આપા ટી સ્ટોલ ના શુભારંભ પ્રસંગે સામાજિક આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.