Tankara-Morbi ટંકારામાં ધાડ, રાજકોટમાં મોટરસાયકલ ચોરી કરનાર ટોળકીના ત્રણ સાગરીતો ઝડપાયાં.


મોરબી જિલ્લા નાં ટંકારાના હડમતીયા રોડ પર કાર ચાલક પાસેથી કાર અને રોકડ રકમના ધાડ અને લૂંટ કરનાર ત્રણ ઇસમોને મોરબી એલસીબી ટીમે દબોચી લીધા હોય જે ઇસમોએ રાજકોટમાં મોટરસાયકલ ચોરીના ગુન્હાઓને પણ અંજામ આપ્યાનો પર્દાફાશ થયો છે.

મોરબી જીલ્લા એસપી એસ. આર. ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ ચોરી અને લૂંટ સહિતના ગુન્હાઓના ભેદ ઉકેલવા કાર્યરત હોય જેમાં હડમતીયા ગામની સીમમાં આઈ ૧૦ કાર જીજે ૧૦ બીજી ૨૦૯૧ ના ચાલકને માર મારી કાર અને રોકડ રકમની લૂંટ ચલાવી હોય જે છ પૈકી ત્રણ આરોપીઓ ચોરીના મોટરસાયકલમાં ટંકારા-લતીપર ચોકડી પાસેથી પસાર થવાના હોય તેવી બાતમીને પગલે વોચ ગોઠવી હતી

અને આરોપી દિતિયાભાઈ રેમસિંગ પલાસીયા, ગિરધાર રેમસિંગ પલાસીયા અને ભાવસીંગ રેમસિંગ પલાસીયા રહે ત્રણેય મૂળ એમપી હાલ ટોળ તા. ટંકારા વાળાને ઝડપી લેવાયા હતા.

જયારે અન્ય ત્રણ આરોપી સુનીલ કનીયા ભુરીયા, પીન્ટુ રીન્છું ભૈડા અને સહાદર રહે ત્રણેય એમપી વાળાના નામો ખુલ્યા છે. ઝડપાયેલ આરોપીઓ પાસેથી એલસીબી ટીમે રોકડ રકમ રૂપિયા સાત હજાર પાંચસો અને એક મોટરસાયકલ સહીત કુલ રૂપિયા સતર હજાર પાંચસો નો મુદામાલ રીકવર કરાયો છે.જેના નામ ખુલ્યા છે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.

error: Content is protected !!