Gondal-Rajkot કોરોનાની મહામારીને લઈને કર્મકાંડી બ્રહ્મણ્યું કરતા પંડિતો ની હાલત કફોડી.. આત્મનિર્ભર બનાવ માટે બટેટા ની રેંકડી ચાલુ કરી.
વિશ્વ ભરમાં કોરોના વાયરસ ને કારણે આર્થિક મંદી નો સામનો સૌવ કોઈ કરી રહ્યા છે ત્યારે હાલ ધંધા રોજગાર માં તેમજ બ્રહ્મણીયું કરતા પંડિતો ને આર્થિક સ્થિતિ નો સામનો કરી રહ્યા છે ત્યારે ગોંડલ શહેરના પંચવટી સોસાયટીમાં રહેતા અને કર્મકાંડી બ્રાહ્મણ નું કામ ગીરી કરતા ૪૦ ટકા હાથે વિકલાંગ આશીષ પંડયા એ છેલ્લા ઘણાં સમયથી લોક ડાઉન ને કારણે આર્થિક પરિસ્થિતિ નો સામનો કરીને ઘરપરિવાર નું ગુજરાન ચલાવા માટે કોઈ ધંધો વાંજીયો ન હોય

તેમ પોતે આત્મનિર્ભય બનવા માટે સરકાર શ્રી ની સહાયનો લાભ મારાથી પણ નબળા પરિવાર ને મળે તેવા આશય થી બટેટા ની રેંકડી ની ફેરી કરી ને ધંધો રોજગાર મેળવી ને વિકલાંગ વિપ્ર યુવાને એક અનોખી પહેલ કરીને ઘરે બેસવા કરતા અને કોઈ ની કે સરકારશ્રી ના લાભ ની આશા રાખીને બેસવા કરતા જાત મહેનત જીંદાબાદ નો ઉપદેશ અપનાવીને બટેટા ની રેંકડીની ફેરી કરીને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે તે ઉપરોક્ત તસ્વીર માં નજરે પડે છે.