Kamlapur-jasdan જસદણ તાલુકાના કમળાપુર ગામે માતા તથા પુત્રી કૂવામાં પડી જતા મોત.
જસદણ જીલ્લા પંચાયતના સભ્યશ્રી રામભાઈ ને કમળાપુર ગામ માં જાણ થયેલ કે વનરાજભાઈ સરવૈયાની વાડીએ માતા-પુત્રી કૂવામાં પડી ગયેલ છે જેથી તેમને તુરત જસદણ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ ગીડા ને જાણ કરે લ કે કમળાપુર ગામ માં માતા-પુત્રી કૂવામાં બપોરે અંદાજે 3:00 કલાકે પડી ગયેલ છે અને માતા અસ્મિતાબેન વનરાજભાઈ સરવૈયા ની મૃત હાલતમાં ગામલોકોએ બહાર કાઢેલ પરંતુ તેમની પુત્રી તન્વી વનરાજભાઈ ઉંમર વર્ષ 2 ને તમામ પ્રયત્નો કરવા છતાં કાઢવામાં સફળતા મળે નહીં અને બાળકીહજુ કૂવામા હોય, જેથી નગરપાલિકાની મદદ માંગી ફાયર સ્ટાફ ને મોકલવા વિનંતી કરેલ જે બાબતને ગંભીરતાથી લઇ ઉપપ્રમુખશ્રી પોતાના તમામ કામ પડતા મૂકી તાત્કાલિક ફાયર ઇન્સ્પેક્ટર પ્રતાપભાઈ સોલંકીનો કોન્ટેક કરી ઘટનાસ્થળે જય બાળકીને લાશ શોધવા ફાયર ટીમલ રવાના કરે
જેથી પ્રમુખ શ્રી ની સુચના મુજબ પ્રતાપ સોલંકી તેમની ફાયર ના મજીદ ભાઈ પરમાર, અલ્પેશ છાયાણી , જયંતિ પલાળીયા, પ્રદીપ પલાળીયા, કરમશીભાઈ, લખમણભાઇ પલાળીયા ની ટીમને લઈ તુરંત કમળાપુર ગામે ઘટનાસ્થળે પહોંચેલ અને એક કલાકની જહેમત બાદ બાળકીની લાસ ગોતવામાં સફળતા મળે, ત્યારબાદ કમળાપુર ના અગ્રણી રામાણી ભાઈ તથા રામભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ને લાસ sopi તેમના દ્વારા ભાડલા પોલીસ સ્ટેશને જાણ કરવાની સૂચના આપે ફાયર ટીમ પરત આવેલ.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.