Vinchhiya-rajkot વિંછીયા તાલુકા ભાજપ દ્વારા ખાટલા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું: ખાટલા બેઠકમાં ખેડૂતોને કૃષિ વિષયક વિધયક વિષે માહિતગાર કરાયા હતા.
ખેડૂતો માટે હર હંમેશ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર સંવેદનશીલ રહી ચિંતા કરી છે. કૃષિ વિધયકનો વિરોધીઓનો ભ્રામક પ્રચાર સામે ખેડૂતોને સત્ય થી અવગત કરીએ છીએ
૨ ઓક્ટોબરના રોજ આપણાં દેશ નાં રાષ્ટપિતા મહાત્મા ગાંધીની જન્મ જ્યંતીના દિવસથી રાજકોટ જિલ્લા ભાજપ તથા વિંછીયા તાલુકા ભાજપ દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના માન.મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબની ઉપસ્થિતિમાં વિંછીયા તાલુકાનાં ઢેઢુકી, અજમેર, છાસીયા, મોટા હડમતીયા, દડલી, રેવાણીયા, કોટડા, ખારચિયા અને ઓરી ગામોનાં ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી હતી. આ તકે ખેડૂતોને જણાવ્યું હતું કે ખેડૂતો માટે હર હંમેશ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર સંવેદનશીલ રહી ચિંતા કરી છે. કૃષિ વિધયકનો વિરોધીઓનો ભ્રામક પ્રચાર સામે ખેડૂતોને સત્ય થી અવગત કરીએ છીએ. આ ખાટલા બેઠકમાં જી.પં.સભ્યશ્રી ચતુરભાઈ રાજપરા, વિંછીયા તાલુકા ઉપપ્રમુખશ્રી ભુપતભાઈ રોજાસરા, તા.પં.સભ્યશ્રી હનુભાઈ ડેરવાળિયા, રાઘવભાઈ ચોહાણ, ગોબરભાઇ સરવૈયા, માર્કેટિંગ યાર્ડ ચેરમેનશ્રી કડવાભાઈ, ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ સાંકળિયા, મહામંત્રી અંજનભાઈ ધોળકિયા,પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ નીતિભાઈ રોજાસરા, નાથાભાઈ વાસાણી, કિસાન મોરચા પ્રમુખ વલ્લભભાઈ, હરેશભાઈ વાલાણી, દેવરાજભાઈ સરવૈયા, ખોડાભાઈ, રસિકભાઈ કોટડા, દેવરાજભાઈ ગઢાદરા સહીત ગામનાં સરપંચશ્રીઓ તેમજ કાર્યકર બંધુઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.