Halvad-Morbi રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા શહેરની ઐતિહાસિક ધરોહર એવી રાજોધરજી હાઈસ્કૂલનું સમારકામ શરુ કરવામાં આવ્યું.

Loading

આશરે 100 વર્ષ પહેલા હળવદ ગામના સ્થાપક જલેશ્વર રાજોધરજીની યાદમાં શ્રીરાજ ઘનશ્યામસિંહજી દ્વારા દીવાન માનસિંહજીના સમયમાં બનેલ.
શ્રી સહયોગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ હળવદ શહેર ની એક માત્ર બોયસ સરકારી હાઈસ્કૂલ
8000 સ્કવેર ફૂટના બાંધકામ વાળી અને 75000 સ્કવેર ફૂટના સંકુલ વાળી 12 મોટા કલાસરૂમ અને 1 હોલ ની વિશાળ સગવડતા વાળી ભવ્યાતિભવ્ય સંકુલ સાથેની ઐતિહાસિક વારસા સમાન અડીખમ ઉભેલી સ્કૂલની હાલત હાલ જર્જરીત થતી જાય છે.
જેનું રીનોવેશન સમયસર થઈ જાયતો સ્કૂલને ખંડેર થતી અટકાવવી હાલ શક્ય છે.


જેથી રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા શ્રી સહયોગ ચેરીટેબલ ટ્રસ્ટની અનુમતિથી આ હાઈસ્કૂલની સુધારણા અને સમારકામનો પ્રોજેક્ટ હાથ ધરેલ છે. ટ્રસ્ટ સંચાલિત હોવાના કારણે સમારકામ માટે આ સ્કૂલને સરકારી ગ્રાન્ટ કે સહાય મળતી નથી.જેથી લોકફાળાથીજ નીચે મુજબનું કામ કરવું રહ્યુ.બિલ્ડીંગના મોટાભાગના એટલે કે 5000 થી વધુ નલિયા અને મોભિયા તૂટી ગયેલ છે જેથી ચોમાસાનું પાણી નીચે પડવાથી નલિયા નીચેનું પ્લાયવુડ, લાકડું, પટ્ટીઓ વગેરે ખરાબ થયા છે.વેન્ટીલેશન કાચ લગભગ તૂટી ગયા હોવાથી પક્ષીઓના માળા અનેં ચરક કલાસરૂમ ખરાબ કરે છે.ટોટલી વાયરિંગ કરવું જરૂરી છે.વધુ પંખા, લાઈટોનું ફિટિંગ ની જરૂર છે.
આખી સ્કૂલમાં જુના બરવા પથ્થરો નું તળિયું હોવાથી ચોખાઈ જળવાતી નથી.જેથી દરેક રૂમોમાં લાદી કામ કરવું આવશક્ય જણાય છે.આખી બિલ્ડીંગને રંગ રોગાન કરવો પડે એમ છે.
ઠંડા પાણીનું કુલર, ફિલ્ટર સગવડ ઉભી કરવી પડે એમ છે , જાજરૂ, બાથરૂમ સરખા અને સારા કરવા પડે એમ છે.બારી, દરવાજા, બેંચો ટેબલો તૂટી ફૂટી હાલતમાં છે.પાછળની દીવાલ નીચી હોવાથી સુરક્ષા હેતુ ઊંચી લેવી પડે એમ છે અથવા ફેનસિંગ વાડ કરવી પડે એમ છે.
રોડથી ગ્રાઉન્ડ નીચું હોવાના કારણે વરસાદી પાણીના યોગ્ય નિકાલ હેતુ જરૂરી જગ્યાએ માટીકામ કે પુરણી પુરવી પડશે.
ગાર્ડનિંગ, લેન્ડન્સ્ક્રેપિંગ વગેરે ઘણી પ્રકારના કામો ઉભા રહીને જોવો એટલે ઉડીને આંખે વાગે એમ છે.
રોટરી હળવદે આ મોટો અને ખર્ચાળ પ્રોજેક્ટ હાથ લીધેલ છે.
એ ગામ અને બહારગામના દાતાશ્રીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આર્થિક સહયોગ સારી રીતે સાંપડે અને સૌના સાથ સહકારથી ધાર્યા પ્રમાણેનું આ શુભ આશયયુક્ત કાર્ય નિર્વિઘ્ને તેમજ સુંદર રીતે પરિપૂર્ણ થાય એના માટે પ્રભુના આશીર્વાદ અને ઉર્જા લેવા ગણપતિ પૂજાનું અને પવિત્ર પુરષોત્તમ માસે ભગવાન વિષ્ણુની પૂજાનું આયોજન કરીને રીનોવેશન કાર્ય શુભારંભ કરવામાં આવ્યું હતું.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!