Halvad-Morbi હળવદના સાપકડા નજીક બે મોટરસાયકલ સામસામે અથડાયા, એકને ઈજા.
હળવદના સાપકડા નજીક બે મોટરસાયકલ સામસામે અથડાતા એક આધેડને ઈજા પહોંચી છે જયારે અકસ્માત સર્જી મોટરસાયકલ ચાલક નાસી ગયો હતો
હળવદના સાપકડાના રહેવાસી રણછોડભાઈ બુટાભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે સાપકડા ગામથી હળવદ જવાના રસ્તેથી મોટરસાયકલ જીજે ૩૬ એન ૮૯૧૧ ના ચાલકે પુરઝડપે આવીને ફરિયાદીના મોટરસાયકલ જીજે ૧૩ જેજે ૩૨૯૦ સાથે ભટકાડી દઈને ફરિયાદી રણછોડભાઈ ચાવડા (ઉ.વ.૪૨) ને પછાડી દઈને મોઢા અને આંખના ભાગે તેમજ શરીરમાં ઈજા પહોંચાડી છે જયારે અકસ્માત સર્જી મોટરસાયકલ ચાલક વાહન લઈને નાસી ગયો હતો હળવદ પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.