Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાનાં ધોરાજીમાં ગેલેક્સી ચોક પાસે ભૂગર્ભ ગટરનું ઢાંકણું તુટેલી હાલતમાં અકસ્માત થાય તે પહેલા તંત્ર પગલા લેશે ખરૂં.


ધોરાજીના ગેલેક્સી ચોક ખાતે છેલ્લા ઘણા દિવસોથી ભૂગર્ભ ગટરનું ઢાંકણું તુટેલ છે. તંત્રની ઘોર બેદરકારી છતી થયેલ છે. તે પૂર્વ આ ઢાંકણું નવું નાખવા માગ ઉઠવા પામી છે
ધોરાજીમાં સરકાર દ્વારા સારા હેતુથી ભુગર્ભ ગટર યોજના બનાવી છે અને ખુલ્લી ગટરો બંધ કરેલ જેથી મચ્છર અને ન્ય રોગચાળો ન થાય પણ તંત્ર દ્વારા ઘરની ધોરાજી છે
શહેરના ગેલેક્સી ચોક પાસે ખાખી પાઉંભાજી પાસે છેલ્લા ઘણા દિવસથી ભુગર્ભ ગટરનું ઢાંકણું તુટી ગયેલ છે ત્યાં મેઇન રોડ છે. વાહનો અને બહોળી સંખ્યામાંલોકો અવરજવર કરે છે પણ તંત્રને ભુગર્ભ ગટરોના તુટી ગયેલા ઢાંકણા દેખાતા નથી. જો આવી સ્થિતિમાં અકસ્માત થાય તો જવાબદારી કોની તેવો પ્રશ્ર્ન ઉઠવા પામેલ છે. આ અંગે આજુબાજુનાં વેપારીઓ આ ઢાંકણા અંગે યોગ્ય કરવા જણાવેલ છે શહેરમાં ભુગર્ભ ગટરોના ઢાંકણા તુટેલા હોય તેમાં કચરો જમા થતાં ભૂગર્ભ ગટરો છલકાય રહી છે જેથી આ પ્રશ્ર્ને તત્કાલ પગલા લેવા માગ ઉઠાવવામાં આવી છે

ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા

error: Content is protected !!