Gujarat-શું તમે જાણો છો? અનઅધિકૃત બાંધકામો કરનારાઓ ની વિરુદ્ધ પાસાની કાર્યવાહી થઈ શકે છે.
ગુજરાત સરકારે તાજેતરમાં ભુમાફિયા વિરુદ્ધ અને ગુંડાગીરી કરતા ગુંડાઓને સકંજામાં લેવા ગુંડા ધારો ના કાયદાઓ વટહુકમ બાદ વિધાનસભામાં પસાર કરાવ્યો છે. અને લોકોને જાગૃત કરવા માટે કાયદાઓ અંગેની રૂપરેખા ન્યૂઝ પેપરો મા પ્રસિદ્ધ આવી છે. ત્યારે વર્ષ ૧૯૮૫ થી અમલમાં રહેલો ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટ-૧૯૮૫ (પાસા) નો કાયદો અમલમાં છે. જેમાં લેન્ડગ્રેબિગ અને અનઅધિકૃત બાંધકામ કરનારા વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી થઈ શકે છે તેવી જોગવાઈ કરેલી જ છે. પરંતુ તેની ઠોસ અમલદારી કરવામાં સ્થાનિક વહીવટી તંત્ર નિષ્ક્રિય રહ્યું છે. જેના કારણે મોરબીમાં અમુક ભૂમાફિયાઓ તદ્દન ગેરકાયદેસર બાંધકામ ઓથોરિટીની મંજૂરી વગર બિન અધિકૃત બાંધકામો કરી રહ્યા છે. અને આવા બાંધકામો માં બે-ચાર જાહેરમાં પાંચીયા-દશીયા વારા પડદા પાછળ રહીને બાંધકામ કરનારાઓ નો રાફડો ફાટયો છે અને કાયદો અમારૂં કાંઇ ન બગાડી શકે તેવી લોકો સમક્ષ ડંફાસો મારે છે
અને તંત્ર ની બેદરકારી અને મીલીભગત ના કારણે લોકો માં સાચા લાગે છે. પરંતુ આવાં ભુમાફીયાઓ ને હવે નાથવાનો સમય પાકી ગયો છે. કેમ કે લોકોને કનડગત થાય તેવા બિનઅધિકૃત બાંધકામો તો કરી જ રહ્યા છે. પણ જરૂરીયાતમંદ લોકોને મકાન- ફ્લેટ- કે દુકાન ખરીદનારાઓને પણ છેતરી ને વેચાણ કરી રહ્યા હોયછે. આ અંગે વધુમાં જણાવીએ કે પાસાના આ કાયદાની આર્ટીકલ્સ (આઇ-ટી) માં જણાવ્યા મુજબ અનઅધિકૃત બાંધકામ એટલે કે મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ અને ગુજરાત નગરપાલિકા અધિનિયમ- ૧૯૬૩ તે જ પ્રમાણે ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ હેઠળ આવતા કોઈપણ વિસ્તારમાં હકુમત ધરાવતા અધિકારી અથવા સત્તાધિકારી ની જરૂરી સ્પષ્ટ લેખિત પરવાનગી સિવાયના બાંધકામો કરનારાઓ વિરુધ્ધ પાસા કરવા અંગેની જોગવાઈ ઓલરેડી અમલમાં છેજ.
તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક અરજીને એફ.આઇ.આર. ગણવી તેવી અન્ય કાયદાઓમાં જોગવાઈ છે. પરંતું આ જોગવાઈઓ લાગુ પડે તેવું તદ્દન ગેરકાયદેસર અને સક્ષમ અધિકારીની મંજૂરી વગર દુકાનો નું બાંધકામ થઇ રહ્યું છે. જેમાં બાંધકામની મંજૂરી નથી. સક્ષમ અધિકારી અને ઓથોરિટીએ આ બિનઅધિકૃત બાંધકામ હોય તેમને બે વાર નોટિસ આપી છે. તેમજ આ બિનઅધિકૃત બાંધકામ ની આગળ આવેલા મચ્છુ-૨ ડેમ ની સિંચાઈ યોજનાની માઇનોર-૨ રોડ દર્શાવ્યો છે. તેવી હરકતો કરવામાં આવી છે. અને આ દુકાનો બની રહેતો ભવિષ્યમાં સામે રહેતા લોકોને શાંતિથી જીવન જીવવાનો અધિકાર છીનવાઈ જાય છે. તેથી આ લોકો છેલ્લા ચાર મહિનાથી આ બિનઅધિકૃત બાંધકામ રોકવા માટે સતત રજૂઆતો કરી રહ્યા છે. પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર પોતાની ફરજ બજાવવામાં બેદરકાર રહેલા અને ઉચ્ચ અધિકારી ની સુચનાઓ નો અનાદર કરી સામે ખોટું કરનારા નેં મદદરૂપ થાય તેવી હરકતો કરવામાં આવી છે. છેલ્લે આવા બિનઅધિકૃત બાંધકામ કરનારાઓ ની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા અને તેમને આવા ખોટા કામ કરવામાં મદદરૂપ બનનાર આ મોરબીના ફરજ બજાવવામાં બેદરકાર રહેલા અધિકારીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો મુજબ કાર્યવાહી કરવા અને બિનઅધિકૃત બાંધકામ કરનારાઓ સામે પાસા ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા પોલીસમાં અરજી થઇ ચૂકી છે. દરેક આ અરજીને એફ.આઇ.આર. ગણવામાં આવે તેવી કાર્યવાહી અરજદારો કરી રહ્યા છે. ત્યારે જણાવી દઈએ કે સરકાર ના કાયદાઓ નો ઠોસ અમલવારી કરવામાં આવે તો ઘણા બે નંબરી ધંધા પર પાબંદી આવી શકે તેમ છે.
કેમકે આવા બાંધકામો માં કાળા નાણાનુ રોકાણ થયું હોય શકે છે. કેમ જમીનની બજારભાવ ની કિંમત અને સરકારશ્રી ની જંત્રી મુજબ ની કિંમતના ભાવ ની ગણતરી કરવામાં આવે તો કાળા નાણાનું મોટી રકમ નું રોકાણ બહાર આવવા સંભવ છે. અને આ બાબતે કેન્દ્ર સરકારની એજન્સી ઇન્કમટેક્સ અને ઈડી ને જાણ કરી દેવામાં આવી છે. ત્યારે જોઈએ હવે કાયદો કાયદાનું કામ કરશે? પછી જામનગર માં જે બન્યું તેવુ અહીં બને પછી કાર્યવાહી કરવામાં આવશે? તે હવે આવનારા સમયમાં જ જાણી શકાશે.
મોરબી:-ખાસ અહેવાલ:-શ્રીકાંત પટેલ દ્વારા.