Virpur-Rajkot વિરપુર જલારામ:- યાત્રાધામ વીરપુરમાં એસબીઆઈનું ગ્રાહક સેવા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું.
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં એસબીઆઈ બેન્ક દ્વારા એક ગ્રાહક સેવા કેન્દ્ર (કસ્ટમર સર્વિસ પોઈન્ટ)નું વિરપુરના જેતપુર રોડ પર ચામુંડા ઝેરોક્ષ ખાતે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, આ ગ્રાહક સેવા કેન્દ્ર એસબીઆઈના અધિકારીઓ દ્વારા ખુલ્લું મુકાયું હતું જેમાં અમરેલી એસબીઆઈ એજીએમ પ્રફુલકુમાર ઝા તેમજ ચીફ મેનેજર નરેન્દ્રસિંહ ભાનાવત એફઆઈ જેતપુર તથા વિરપુર એસબીઆઈ બ્રાન્ચ મેનેજર રૂકસાના મેડમ તેમજ દિનેશભાઇ સોલંકી વગેરે હાજર રહી આ ગ્રાહક સેવા કેન્દ્ર ખુલ્લું મૂક્યું હતું,જેમાં વિરપુર તેમજ આજુબાજુ વિસ જેટલા ગામડાઓના લોકોને આ એસબીઆઈ ગ્રાહક સેવા કેન્દ્રમાં પ્રધાનમંત્રી જનધન યોજના જેવી અનેક યોજનાઓ તેમજ એસબીઆઈ બેંકને લગતા કામ પણ આ ગ્રાહક સેવા કેન્દ્રમાં લોકોને લાભ મળશે તેમ ગ્રાહક સેવા કેન્દ્ર સંચાલક ભુપતભાઇ ચાવડાએ જણાવ્યું હતું.
વીરપુર:-કિશન મોરબીયા દ્વારા