Halvad-Morbi હળવદ ગ્રામ્ય વિસ્તારના જરૂરતમંદ 3 દિવ્યાંગોને રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ભગવાન મહાવીર વિકલાંગતા સહાયતા સમિતિ, અમદાવાદના સૌજન્યથી નિઃશુલ્ક 3 વ્હીલચેર અર્પણ કરવામાં આવી.

Loading

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જેમના હાથ કે પગ કામ કરતા નથી એવા શારીરિક 75 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા હળવદ ગ્રામ્ય વિસ્તારના જરૂરતમંદ 3 દિવ્યાંગોને રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ભગવાન મહાવીર વિકલાંગતા સહાયતા સમિતિ, અમદાવાદના સૌજન્યથી નિઃશુલ્ક 3 વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી.

હાલ ચાલી રહેલા કોરોના વાઇરસ મહામારીને હિસાબે દર વર્ષે દિવ્યાંગો માટે જાહેર કે મોટા કેમ્પોનું આયોજન રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા ચાલુ વર્ષે હજી કરી શકાયું નથી પરંતુ અમુક તાત્કાલીક અને સાધનની ખાસ જરૂરતવાળા દિવ્યાંગો માટેની સગવડતા આ રીતે કરી આપવામાં આવે છે.રોટરી ક્લબ ઓફ હળવદે દિવ્યાંગો માટે ભૂતકાળમાં ઘણા બધા કેમ્પઓના આયોજન કરેલ છે.

જેમાં હળવદ તાલુકાના તમામ પ્રકારના દિવ્યાંગોને વિવિધ સાધન સહાય આપવામાં આવી છે.હળવદ અને આજુબાજુના તાલુકાના દિવ્યાંગ લોકો માટે રોટરી ક્લબ ઓફ હળવદ છેલ્લા 5 વર્ષથી સુંદર અને અવિરત કામગીરી કરી છે.જેમાં સાધન સહાય દ્વારા શારીરિક ક્ષતિ કે ખોટ ખાંપણ વાળા દર્દીઓને નિઃશુલ્ક અને અસંખ્ય સાધનો અર્પણ કરેલ છે.

જેની કિંમત લાખો રૂપિયામાં જાય છે.
વિવિધ કેમ્પના આયોજન અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે
જેમાં.અંધ ને સેન્સર વાળી સ્ટીક, ડેઝી પ્લેયર, કાનની બહેરાશ વાળાને હિયરિંગ મશીન, કુત્રિમ હાથ, કુત્રિમ પગ, બુટ, કેલીપર, વહીલચેર, ટ્રાયસિકલ, બગલઘોડી, વોકિંગ સ્ટીક, વોકર, ફિજીયોથેરેપી સાધનો, કમર,ડોક,ઢીંચણ ના પટ્ટા વગેરે સાધનો વિનામૂલ્યે વિતરણ કરેલ છે.

કુત્રિમ હાથ અને કુત્રિમ પગ અથવા કેલીપર ની સુવિધા તાલુકાના કોઈપણ દર્દીઓ માટે બારેમાસ ચાલુ છે.જેના માટે રોટરી ક્લબ હળવદ ના પ્રેસિડેન્ટ રાજેન્દ્રસિંહ રાણા નો 9429111111 ઉપર સંપર્ક કરી શકાય.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!