Morbi-મોરબીમાં પ્રેમ લગ્ન નો ખાર રાખીને યુવાનને મરી જવા દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધાયો.


મોરબીના વિસીપરા વિસ્તારમાં કૌટુંબિક ભાઈએ કોર્ટ મેરેજ કરેલ હોય જે મામલે બે ઈસમો ફોન પર અને ઘરે આવીને ધમકીઓ આપતા હોય જે મામલે ત્રાસ આપી મરી જવા મજબુર કરવા દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબીના વિસીપરા શાંતિવન સોસાયટીના રહેવાસી અમરશીભાઈ નાજાભાઈ પરમાર (ઉ.વ.૬૧) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી કિશોર ગોવિંદ મકવાણાની દીકરી રવિનાબેન સાથે ફરિયાદીના મોટાબાપુના દીકરા ભાઈ જગદીશ પરમારના દીકરા નીતિન સાથે ભાગી જઈને કોર્ટ મેરેજ કર્યા હોય જેનું મનદુઃખ રાખીને આરોપી દીપક ગોવિંદ મકવાણા અને કિશોર ગોવિંદ મકવાણા રહે બંન્ને. વિસીપરા વાળાએ ફરિયાદીના દીકરા જીતેશને ફોન પર મારી નાખવાની ધમકી આપી તેમજ બંને આરોપી ફરિયાદીના ઘર પાસે આવી દરવાજા પર પાટા મારી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી‌ અને પરિવારજનોને ઘર છોડી જતા રહેવા વારંવાર ધમકીઓ આપી હોય અને ફરિયાદીના દીકરા જીતેશને ત્રાસ આપી મરી જવા મજબુર થવા દુષ્પ્રેરણા કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.

error: Content is protected !!