Morbi-માળિયાના કાજરડા નજીકથી ઇકો ગાડીમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો.
માળિયા મી તાલુકાના કાજરડા જવાના રસ્તે ભોળી વાંઢ વિસ્તારમાં રહેતા સુભાન નુરમહમદ મિયાણાના મકાન પાસે તેની ઇકો કાર જીજે ૦૭ બીબી ૮૫૯૯ માં દેશી દારૂ હોય જે બાતમીને આધારે માળિયા પોલીસે દરોડો કર્યો હતો. અને ઇકો કારમાંથી દેશી દારૂ લીટર ૧૯૫ કીમત રૂપિયા ત્રણ હજાર નવસો નો મુદામાલ મળી આવતા ઇકો કાર અને દારૂ સહીત એક લાખ ત્રણ હજાર નવસો ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે. જયારે આરોપી હાજર નહિ મળતા તેની સામે ગુન્હો નોંધી તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.