ઉત્તરપ્રદેશ ના હાથરસ માં દેશ ની દીકરી મનીષા સાથે થયેલ સામુહિક દુસકર્મ ની ઘટના ના આરોપીઓ ને ફાંસી ની સજા મળે તે માટે હળવદ મામલતદારશ્રી ને આવેદનપત્ર પાઠવ્યું.

હળવદ વાલ્મિકી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના યુવાનો એ સંયુક્ત રીતે આવેદન પાઠવી અને આ ઘટના ને સખત શબ્દો માં વખોડી કાઢી છે

ઉત્તરપ્રદેશ ના હાથરસ માં દેશ ની દીકરી મનીષા સાથે સામુહિક દુષ્કર્મ ની ઘટના સંદર્ભે હળવદ વાલ્મિકી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના યુવાનોએ સંયુકત રીતે આ ઘટના ના આરોપીઓ ને વહેલામાં વહેલી તકે ફાંસી ની સજા મળે તે માટે હળવદ મામલતદારશ્રી ને આવેદનપત્ર પાઠવ્યું હતું

અને સાંજે હળવદ શહેર ના ડૉ. બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે સ્વ.મનીષાબેન ને શ્રદ્ધાંજલિ અર્પણ નું કાર્યક્રમ નું આયોજન પણ કર્યું હતુ અને હાજર સર્વે યુવાનો એ આ માનવતા ને લજવે તેવી ઘટના ને સખત શબ્દો માં વખોડી છે સાથે સાથે તાજેતર માં દેશ ના વિવિધ વિસ્તાર રાજસ્થાન અલવર , મેરઠ અને બલરામપુર માં બનેલી દુષ્કર્મ ની ઘટના ને પણ સખત શબ્દો માં વખોડી અને બળાત્કારીઓ ને કડક માં કડક અને મૃત્યુદંડ ની સજા થાય તેવી માંગણી કરવામાં આવી હતી.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!