Morbi-મોરબી તાલુકાના વિરાટનગર રંગપર થી કેનાલ સુધીના ત્રણ કીમીના સિમેન્ટ રોડનું ખાતમુહુર્ત કરાયું.

પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની જહેમતથી મંજુર થયેલ વિરાટનગર (રંગપર) થી કેનાલ સુધી સીમાન્ટો સીરામીક સુધીનો આશરે ત્રણ કિ.મી. લંબાઈનો રૂપિયા ૪-૨૧ કરોડના ખર્ચે બનનાર સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મોરબી માળીયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ છેલ્લા ૨૫ વર્ષથી પોતાના મતવિસ્તારને હંમેશાં ધબકતું પ્રતિનિધિત્વ આપ્યું છે. વિકાસના અનેક અનેક કાર્યો કર્યા છે હંમેશા હાથવગા પ્રતિનિધિ કાંતિલાલ અમૃતિયાએ પોતાના મતદારો, પ્રજાજનોને તમામ પ્રાથમિક સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કર્યા છે. એ શ્રેણીમાં વિરાટનગર રંગપરથી સીમાન્ટો સીરામીક એટલે કે કેનાલ સુધીનો સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવવાની તાતી જરૂરિયાત હતી. આથી કાંતિભાઇ અમૃતિયાએ જહેમત ઉઠાવી આ રોડ મંજુર કરાવેલ છે.


સાત મીટર પહોળો અને 2.800 કિ.મી. લંબાઈનો આ સી.સી.રોડ રૂપિયા ૪-૨૧ કરોડના ખર્ચે મંજુર થયેલ છે. આ રોડ બનવાથી પ્રજાજનો ઉપરાંત ઉદ્યોગકારોને વિશેષ લાભ થશે. અને સીમાન્ટો વિટ્રીફાઈડના સંચાલક જગદીશભાઈ ગોરીયા, એન.સી.ટી સીરામીકના સંચાલક દિનેશભાઈ દેત્રોજા, સોયો સેનેટરીના સંચાલક કૈલાશભાઈ મેરજા તથા અન્ય મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. અને તમામ લોકોએ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાનો અંતરથી આભાર માન્યો હતો તેમ એક યાદીમાં જણાવાયું છે.

મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.

error: Content is protected !!