Upleta-Rajkot ગુજરાત કલાવૃંદ ઉપલેટા તેમજ ભાયાવદર દ્વારા સંગીત કલા ક્ષેત્રે જોડાયેલ કલાકારો દ્વારા પોતાની માંગણી દર્શાવવા બાબતે આજે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

Loading

કોરોનાવાયરસ ને પગલે આવેલી કપરી પરિસ્થિતિમાં છેલ્લા છ મહિનાથી કલાકારો ના તમામ પ્રકારના ધંધા-રોજગાર અને પ્રોગ્રામો બંધ હોય છે. આપણી સંસ્કૃતિનો વારસો જાળવી રાખનાર કલાકારો પાસે પોતાની કલા સિવાય અન્ય કોઈ આવકનું સાધન ન હોય તેથી તેમની પરિસ્થિતિ હાલ ખૂબ કફોડી બની ગઈ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે દરેક વ્યવસાય રાબેતા મુજબ શરૂ થઇ ગયા છે ત્યારે સરકાર થોડું વિચારે અને કલાકારો પોતાની આજીવિકા માટે નાના પ્રોગ્રામ સાથે સાથે નવરાત્રિ થાય તો કલાકારો સાથે સાથે લાઈટ અને મંડપ તથા વીડિયોગ્રાફર અને ફોટોગ્રાફર ને પણ આજીવિકા શરૂ થઈ શકે અને ઉપલેટા ભાયાવદર વિસ્તારમાં આશરે ૧૦૦૦ જેટલા લોકોનો રોજગાર શરૂ થઈ શકે તેમ છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ કલાપ્રેમી છે ત્યારે આ કલાકારો દ્વારા વિનંતી કરવામાં આવી રહી છે કે સરકાર થોડો પ્રયાસ કરે તો આ બાબતે કલાકારોને થોડી ઘણી મદદ મળી શકે છે કારણ કે જ્યારે સરકારે કોઈપણ કાર્યક્રમ કરવાનો હોય કલાક્ષેત્રે ત્યારે આ કલાકારો હંમેશા તેમના માટે તૈયાર રહે છે પરંતુ અત્યારે આ કલાકારો ની સ્થિતિ lockdown અને કોરોનાવાયરસ ને પગલે કફોડી બની છે જે તેને પગલે હાલ આ કલાકારો ના તમામ ધંધા-રોજગાર બંધ છે અને આર્થિક સ્થિતિ પણ ખરાબ થઇ છે ત્યારે સરકારને વિનંતી કરી રહ્યા છે કે આ કલાકારોને અને આ કલાને બચાવે જેથી કરીને આ કલા અને કલાકારોના વ્યવસાય શરૂ રહે.

ઉપલેટા:-આશિષ લાલકિયા દ્વારા.

error: Content is protected !!