Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાનાં ધોરાજીમાં ધોરાજીની કોરોના હોસ્પિટલમાં વેન્ટીલેટર અને એ.સી.ની સુવિધા વધારવા રજૂઆત માનવ સેવા યુવક મંડળ દ્વારા ડેપ્યુટી કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું.
હોસ્પિટલમાં આધુનિક કોરોના હોસ્પિટલ ચાલુ કરાયેલ છે. ધોરાજી ઉપલેટા જેતપુર જામકંડોરણા સહિતના ગામોના કોરોનાના દર્દીઓ માટે આશીર્વાદરુપ છે. પરંતુ આ હોસ્પિટલમાં વેન્ટીલેટરની ઘટ છે ત્યારે 4 વેન્ટીલેટર રાજ્ય સરકાર દ્વારા ફાળવાય તો દર્દીઓને ધોરાજીની કોરોના હોસ્પિટલમાંથી જૂનાગઢ રાજકોટ રીફર ન કરવા પડે અને ઘરઆંગણે સારી સુવિધાઓ મળી શકે જેથી વેન્ટીલેટર અને એસીની સુવિધા આપી એક એમડી ફીઝીશ્યનની નિમણુંક કરવા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઈ સોલંકી અને કૈશલભાઈ સોલંકીએ મુખ્યમંત્રીને સંબોધીને ડે. કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે.રાજ્યમંત્રી જયેશભાઈ રાદડીયા અને સાંસદ રમેશભાઈ ધડુકને પણ હોસ્પિટલમાં વેન્ટીલેટર નંગ 4 અને એસી સહિતની સુવિધાઓ વધારવા રજૂઆત કરેલ છે
ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.