ગોંડલની સબજેલમાંથી પાંચ મોબાઇલ અને ડોંગલ બિનવારસી મળી આવતા ચકચાર:મોબાઇલ ઘુસાડવામાં જેલ ખાતાના કોઇ કર્મચારી કે અન્યોની સંડોવણી છે કે કેમ? તપાસનો ધમધમાટ
ગોંડલ ના વોરા કોટડા રોડ ઉપર આવેલ સબ જેલમાં અમદાવાદ થી આવેલ ઝડતી સ્કોડ નાં જેલર દેવસીભાઈ કરંગીયા, હિતેન પટેલ, વિક્રમજી ઠાકોર, રિજવાનભાઈ ગોરી, રણજીતભાઇ ઠાકોર, કમલેશભાઈ ગરૈયા અને સુરપાલસિંહ સોલંકી એ રાત્રીના ચેકીંગ હાથ ધરતાં પાંચ મોબાઈલ, એક ડોંગલ બિનવારસી મળી આવતાં કબ્જે લઇ તપાસ હાથ ધરી હતી. સબજેલ ની અંદર બગીચામાં મોબાઈલ અને ડોંગલ બિનવારસી મળી આવ્યાં હતા. જેના પગલે ચકચાર મળી છે. પ્રતિબંધિત મોબાઈલ ફોન જેલની અંદર કેવી રીતે પહોંચાડવામાં આવ્યાં? તેમજ મોબાઈલ ઘુસાડવામાં જેલ ખાતાના કોઈ કર્મચારી કે અન્ય કોઇ સંડોવણી છે કે કેમ આ અંગે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.