Halvad-Morbi હળવદ માં કોઈ અજાણ્યા શખ્સએ શ્વાન ને ગોળી મારી ને હત્યા કરતા પોલીસ ફરિયાદ.

હળવદ ની  પોસ્ટ ઓફીસ  પાછળથી  કોઈ અજાણ્યા  શખ્સોએ  અબોલ જીવ એવા શ્વાન (કૂતરા) ની ગોળી મારી કરપીણ હત્યા નો બનાવ ની જાણ હળવદ ના જીવદયા પ્રેમી ભાવેશ ભાઈ ઠક્કર અને હિતેશ ભાઈ ઠક્કર  ને થતા ઘટના સ્થળે પહોંચી અને પોલીસ ને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.


 અને મૃત્યુ પામેલ શ્વાન નું પોસ્ટ મોર્ટમ સહિત ની કાયદાકીય કામગીરી હાથ ધરી છે ત્યારે આવું અમાનવીય કૃત્ય આચરનાર હરામી નરાધમ તત્વો ને પકડી પાડી પોલીસ કાયદા નો પાઠ ભણાવે તેવી જીવદયાપ્રેમીઓ ની લાગણી અને માંગણી છે ત્યારે ભૂતકાળ માં હળવદ માં અનેકવખત ગૌવંશ પર એસિડ વડે અને તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલાઓ થયા છે ત્યારે છાસવારે અબોલજીવો પર થતા અત્યાચારો બંધ થાય તે અંગે ઘટતી કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠવા પામી છે આ  અંગે  હળવદ પોલીસ સ્ટેશનના પી આઈ પી એ ‌દેકાવાડીયા ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ફોન પર ફાયરીંગની ઘટના બની છે.


 અને અજાણ્યા શખ્સો ઓ સામે  ગુનોનોધી ને ફરિયાદ દાખલ કરી છે અને અજાણ્યા શખ્સોએ ને પકડવા ચક્રો ગતિમાન કર્યા તેમ જણાવ્યું હતું  તેમજ આ અંગે પશુ ડોક્ટર. એન ટી નાયકપરા ‌ પુછતા તેવો જણાવ્યું હતું કે હળવદમાં સ્વાનનુ  મોતનું  મોત  થયું હતું  અને  પી એમ કરી ને  સેમ્પલ   ગાંધીનગર એફએસએલમાં મોકલી આપેલ છે પી એમ રિપોર્ટ આવ્યા બાદ‌ મોત નુ સાચુ કારણ ‌બહાર આવી શકે તેમ જણાવ્યું હતુ.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!