Halvad-Morbi માંહે સપ્ટેમ્બર-૨૦૨૦ ની “અન્નપૂર્ણા” કીટોનું જરૂરતમંદ પરિવારોમાં રોટરી કલબ ઓફ હળવદ દ્વારા વિતરણ કરવામાં આવ્યું.
અત્યાર સુધીમાં આવી 1500 થી વધુ કરીયાણા કિટોનું વિતરણ રોટરી હળવદ દ્વારા કરવામાં આવ્યું છે.
રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દર માસે નિયમિત રીતે કરવામાં આવતો આ પ્રોજેક્ટ
દાતાશ્રીઓના દર માસના કાયમી માટેના અનુદાન અને આર્થિક સહયોગથી સુંદર રીતે ચાલી રહ્યો છે.
હળવદ શહેર અને તાલુકાના ગ્રામ વિસ્તારોમાં
વ્યક્તિ કે દંપતી કે કોઈ પરિવાર હોય જે બીમાર હોય, અશક્ત હોય, મોટી ઉમર ના હોવાથી જાતે કમાણી કરી નો શકતા હોય, આવકનું કોઈ સાધન પણ નો હોય, વિધવા હોય અથવા તેને હજી બાલ બચ્ચાં નાના હોય,નિરાધાર હોય, નિઃસહાય હોય એવા 30થી વધુ ઘરોમાં રોટરી ક્લબ ઓફ હળવદ છેલ્લા 5 વર્ષથી અવિરત સેવા આપવાનો લાભ લઇ રહી છે.
આવા ઘરોમાં દર માસે 500 રૂપિયાની રકમની અનાજ કરીયાનાની એક કીટ બનાવી ને આપવામાં આવે છે.
જેમાં રસોઈ બનાવવા માટે ની જરૂરી ખાદ્ય સામગ્રી જેવી કે મગદાળ, ચણાદાળ, અળદદાળ, વાલ, મગ, ચોરા, ચોખા, ગોળ, તેલ વગેરે આપવામાં આવે છે. તથા ઘણીવાર સીઝનમાં ઘઉં, બાજરો પણ ભરી આપવામાં આવે છે.જેથી જાતેજ રાંધીને રસોઈ બનાવી શકે એના માટે આવું કાચું સીધુ પહોચાડવામાં આવે છે.
જેથી એમના ઘરનો ચૂલો રોજ સળગે અને કોઈ ભૂખ્યુ સુવે નહિ કે ભૂખ્યું રહે નહીં એવા હેતુથી રોટરી હળવદ દ્વારા આવા ખાસ જરૂરતમંદ પરિવારોમાં આ અન્નદાન ની સેવા પ્રદાન કરવામાં આવે છે.જેનાથી પરિવારને થોડી મદદ કે ટેકો મળી રહે છે.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.