Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજી માં સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા ઉત્તરપ્રદેશમાં જે ઘટના બની તેને લઈને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ધોરાજીમાં આજરોજ સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા ઉત્તર પ્રદેશની જે વાલ્મિકી ની દીકરી વચ્ચે નરાધમોએ અત્યાચાર કરેલ બળાત્કાર કરેલો અને તેમની જીભ પણ કાપી નાખે અને તેને ન્યાય આપવા માટે તેમજ કચ્છના રાપરમાં જે દલિત સમાજના અનુસૂચિત જાતિના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની સરાજાહેર હત્યા કરી દેવામાં આવી અનુસૂચિત જાતિના દલિત સમાજ ઉપર દિવસેને દિવસે અત્યાચારોમાં વધારો થતો જાય છે
જેને લઈ ને ગુજરાત વાલ્મિકી સમાજના કન્વીનર આશિષભાઈ જેઠવા દ્વારા ડેપ્યુટી કલેક્ટર માં અર્ધે વસ્ત્ર ધારણ કરી આવેદનપત્ર આપ્યું તે અને નરાધમોને ફાંસીની સજા મળે એવી માંગણી કરી હતી.
ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા