Gondal-Rajkot ગોંડલ ઝૂંપડપટ્ટીના બાળકો માટે ચિત્ર રંગપુરણી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું.
હાલમાં કોરોના ના કપરા સમય માં શાળાઓ બંધ હોય અને ગરીબ પરિવારના બાળકો માટે ઓનલાઈન અભ્યાસ પણ શક્ય ના હોય,
ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને લર્ન વિથ ફન આયોજન હેઠળ ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે દ્વારા ભોજપરા સીમ શાળા ના બાળકો માટે રમત રમતા કૌશલ્ય કેળવો અન્વયે રંગપુરણી હરીફાઈ નું આયોજન કરવામાં આવેલ છે.
ઝૂંપડપટ્ટીના અંદાજે 30 થી વધુ નાના મોટા બાળકોને ક્રેયોન કલર્સ,8 જેટલા વિવિધ ચિત્રો,ખારા મીઠા બિસ્કિટ આપવામાં આવ્યા.ઘરે બેઠા જ આ બાળકો જુદા જુદા ચિત્રો માં રંગપુરણી કરશે.ત્યારબાદ જે બાળકોએ રંગપુરણી સુંદર અને પૂર્ણ કરી હશે એ તમામ બાળકોને વિવિધ ગિફ્ટ,ચોકલેટ,બિસ્કિટ,તેમજ વિવિધ ઇનામ આપવામાં આવશે…
ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોએ તથા તેમના માતાપિતાઓએ આ રંગપુરણી હરીફાઈ પ્રવૃત્તિ ને બિરદાવી હતી કે ચાલો અમારા બાળકોને આ ફુરસદ ના સમયમાં એક સારી અને ઉપયોગી પ્રવૃત્તિ કરવાની તક મળી છે.
આ સમગ્ર આયોજન અને કાર્યક્રમ પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે,કિરણબેન દવે,યોગેશભાઈ અને જતન દવે દ્વારા નિર્મિત કરેલ .