Halvad-Morbi હળવદથી ઈંગોરાળા જવાનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી ૪ ગામ ના વાહન ચાલકોને હાલાકી નો સામનો કરવાની ફરજ પડાવતું તંત્ર:તાકીદે નવો રસ્તો બનાવ ગ્રામજનો ની માંગ.

હળવદથી ઈંગોરાળા જવાનો રસ્તો ખખડધજ હાલતમાં હોવાથી ૪ ગામ ના વાહન ચાલકો હાલાકી નો સામનો કરી રહ્યા છે કીડી, જોગડ, અમરાપર સહિત ચાર ગામના ‌વાહન ચાલકોને સતાવાતો અકસ્માતનો ભય હળવદ પંથકમાં આ વર્ષે થોડા ભારે વરસાદના કારણે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બંધ થવાની ફરિયાદ ઉઠવા પામી છે. રોડ, રસ્તાઓ જર્જરિત હાલતમાં હોવાથી ચાર ગામના લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે નવો રસ્તો બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.


મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં થોડા દિવસ પહેલા ભારે વરસાદ પડતા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ વન-વે હોવાથી નાળા સહિતના રોડ પર ગાબડાં પડી જતા રસ્તાનું ભારે ધોવાણ થતા વાહન ચાલકો અને ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી. હળવદથી ઈંગોરાળા જવાનો 12 કિલોમીટરનો રસ્તો વરસાદના પગલે ધોવાઇ જતા ગાબડા પડી ગયા છે ત્યારે તંત્ર દ્વારા રોડને સમારકામ કર્યું હતું પરંતુ કપચીના કારણે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે જેના કારણે જોગડ, અમરાપર, કીડી તેમજ ઇંગોરાળા સહિતના ચાર ગામના વાહન ચાલકો તેમજ ખેડુતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે આ અંગે ઈંગોરાળા ગામના યોગેન્દ્રસિંહ ઝાલા તેમજ પીન્ટુભાઇ અને મયુરસિંહના જણાવ્યા પ્રમાણે અમારા ગામના રસ્તો ઘણા સમયથી બિસમાર અને જર્જરિત હાલતમાં તો હતો જ પરંતુ ભારે વરસાદના પગલે રસ્તાઓનું ધોવાણ થતાં ઠેર ઠેર ગાબડા પડી ગયા હતા અને આ રસ્તા પર અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા નવા રસ્તાનું કામ ચાલુ કરે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!