Gondal-Rajkot ગોંડલમાં આઇપીએલના મેચ ઉપર સટ્ટો રમાડતો ભાવેશ ખગ્રામ આર આર સેલ હાથે જડપાયો.
લેપટોપ સહિત ૩૪રપ૦નો મુદામાલ કબ્જે આરઆરસેલનો દરોડો
ગોંડલ આર. આર. સેલએ દરોડો પાડી આઇ.પી.એલ.ના મેચ ઉપર સટ્ટા રમાડતા શખ્સને ઝડપી લીધો હતો.
ગોંડલ મહાદેવ શેરી નં.૯માં ભાવેશ અરવિંદભાઇ ખગ્રામ તેના મકાનમાં આઇપીએલના મેચ ઉપર સટ્ટો રમાડતો હોવાની બાતમી આર.આર.સેલના પો.કો.દિગ્વિજયસિંહ ઝાલાને મળતા રન્જના સાયબર સેલના પી.એસ.આઇ. પી.સી. સરવૈયા, હેડ કો. મદનસિંહ ચૌહાણ તથા સિદ્ધરાજસિંહ વાઘેલા સહિતના સ્ટાફે રેઇડ કરી ભાવે શને લેપટોપ, ચાર્જર, મોબાઇલ, રાઇટર, સેટઅપ બોકસ ટી.વી. તથા રોકડ મળી કુલ ૩૪રપ૦ના મુદામાલ સાથે પકડી પાડી ગોંડલ પોલીસના હવોલે કર્યો હતો.
ગોંડલ:-આમદ ચૌહાણ દ્વારા.