Halvad-Morbi હળવદ નગરપાલિકાની અણઆવડતના કારણે મોક્ષધામ માં સુવિધાના નામે મીંડુ,ભેંકાળ લાગતુ મોક્ષધામ,તાત્કાલીક ધોરણે લોકોને સુવિધા ઉપલબ્ધ થાય તેવી લોકમાંગ.
મનુષ્યના મૃત્યુ બાદ શાંતિધામ માં પણ અશાંતિ જેવું વાતાવરણ જોવા મળે છે મનુષ્ય જીવન જીવ્યા બાદ તેની આખરી મંઝિલ સર્વગ જેવી હોવી જોઈએ હિન્દુ ધર્મના નામ પર મોટી-મોટી વાતો કરનારા મુકિત ધામ સ્મશાન અનેક સુવિધાઓથી વંચિત એવા હળવદ શહેરમાં આવેલ સ્મશાન ની હાલત અત્યંત ખરાબ છે, મોક્ષધામ માં સુવિધા ના નામે મીંડુ છે, એક તો સ્મશાન ની બાજુમાં પેહલા થી જ નગરપાલિકા આખા શહેર નો ગંદો અને દુર્ગંધ મારતો કચરો ઠાલવી રહ્યું છે.જેથી કરીને હિન્દૂ સમાજ ની લાગણી દુભાય રહી છે.એટલું જ નહીં સ્મશાન ની અંદર પણ સુવિધા ના નામે તંત્ર દ્વારા કોઈ જ સગવડ નથી.જે જગ્યા એ મૃતદેહ ને અગ્નિદાહ આપય છે તે જગ્યા પર ઠેકઠેકાણે બાવળ ના ઝુડં ઉગી નિકળયા છે, ગંદકી ,તુટેલા બાકંડા , લાઈટ ના ધાંધીધીયા, ત્યાર બાદ જે ઠાઠડી પર મૃતદેહ લવાય છે તેને ધોવા માટે પણ કોઈ જ સુવિધા નથી.એટલુ જ નહી જે ભઠ્ઠી પર અગ્નિદાહ દેવામાં આવે છે તે પણ ઘણી જુની પ્રભાશંકર મોતીરામ વખતની છે જે બદલાવવા માટે અવાર નવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધીબદલવામાં આવી નથી, ત્યાં હાથ પગ ધોવા માટે ના જે પાણી ના નળ છે તે પણ કાટ લાગી ને જામ થઈ ગયેલ જણાય છે.સ્નાગાર છે તેને પણ વ્યવસ્થા ના અભાવે અલીગઢના તાળા મારી બંધ રાખવામાં આવેછે,
મોક્ષધામમાં ડાધુઓ ને અનેક અસુવિધા ને લીધે પડતી મુશ્કેલીઓની અવાર નવાર અનેક વાર રજૂઆત કરવામાં આવી છે, જેથી ત્યાં આવનાર લોકો ને ખુબ જ હાલાકી વેઠવી પડે છે.મુકિત ધામ સ્મશાન નગરપાલિકા ની દેખરેખ હેઠળ આવે છે. નગરપાલિકા શાસકો સ્મશાનમાં પર ધ્યાન ન આપતા અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમાં લાકડા લાઈટ પાણી સહિતની સુવિધાઓની અનેકવાર બૂમરાણ ઉઠી છે,
હળવદ નગર પાલિકા માં કરોડો ની ગ્રાન્ટો આવી છે તો આ પૈસા જાય છે ક્યાં?સ્મશાન માં કેમ કોઈ પણ સુવિધા નથી અપાઈ રહી.તેવો પ્રશ્રન શહેરીજનોમાં ચર્ચારહયુ છે,
હળવદ મોક્ષધામ માં પક્ષીઓ નો ચબૂતરો શિવની પ્રતિમા બેસવા માટે બાંકડા વ્યવસ્થા રંગરોગાન કરાવે એવું શહેરીજનોની માંગણી છે હાલ તો મોક્ષધામ ભેંકાળ ભાષી રહયુ છે,
જે રીતે હળવદ ના બાગ બગીચા માટે ગ્રાન્ટો ફળવાય છે અને લાખો રૂપિયા ના સાધનો પાછળ ખર્ચ થાય છે તે જ રીતે હળવદ ના સ્મશાન માં પણ ગ્રાન્ટ ના પૈસા વપરાય તેમજ તમામ સુવિધા મળી રહે તેવું આયોજન નગરપાલિકા કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે . જ્યારે કે હળવદમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજ હોય સમાજના કહેવાતા આગેવાનો ચૂંટણી સમયે મોટા દિગ્ગજ નેતા બનીને પ્રજા વચ્ચે મોટી મોટી વાતો કરીને ચૂંટાયા બાદ ફરી ચૂંટણી આવે ત્યારે નજરે પડતાં સમાજના બની બેઠેલા ઠેકેદારો સમશાન જેવી આખરી મંઝિલ ને સુવિધાઓથી વંચિત રાખવા પાછળ દુનિયામાંથી વિદાય પામેલા મૃત આત્માઓ કદી માફ નહીં કરે તેમ લોક ચર્ચામાં ચર્ચાઈ રહ્યું હતું,
તો તાત્કાલિક ધોરણે હળવદના જાગૃત આગેવાનો અને કોંગ્રેસ ભાજપના રાજકીય આગેવાનો ,સામાજિક સંસ્થાઓ, કાયૅકરતાઓ રસ લઈને હળવદ મોક્ષધામ નો વિકાસ કરે અને લોકોને પડતી હાલાકી નો નિરાકણ લાવી મુક્તિધામ નો વિકાસ કરે તેવું હળવદ શહેરરીજનોની ની માગણી અને લાગણી ઉઠવા પામી છે.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.