Gondal.Rajkot ૧૧ મહિના નું કામ ૪ વર્ષે અડધું પણ ન થતા:ગોંડલ એસ ટી બસ સ્ટેન્ડ નું કામ પુનઃ શરુ કરવા યુવા કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવ્યું.
ગોંડલ યુવા કોંગ્રેસ પ્રમુખ જાડેજા કુલદીપસિંહ જનકસિંહ (કાલમેઘડા) દ્વારા એસ ટી ના ઉચ્ચ અધિકારીઓ ને રજૂઆત કરતા જણાવ્યું હતું આશરે એક વર્ષ થી બંધ પડેલ છે તેમજ જે કામ નો કોન્ટ્રાક્ટ ૧૧ મહિના માં પૂરું કરવાનો અપાયેલ તે કામ આજે આશરે ચાર વર્ષ થવા છતાં અડધું પણ પૂરું થયેલ નથી. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ એસ ટી દ્વારા ગંભીરતા લેવામાં આવતી નથી. લોકો કામ ચલાઉ બસ સ્ટેન્ડ માં વરસાદ, ઠંડી, તેમજ તડકાના હેરાન થાય છે તેમ છતાં એસટી તંત્ર દ્વારા કોઈ જ ગંભીરતા લેવામાં આવતી નથી. ૧૧ મહિના માં પૂર્ણ કરવાના કામ ને ૪ વર્ષ થવા છતાં એસ ટી દ્વારા ગોકળગતિ થી કામગીરી કરવામાં આવે છે જે બાબતે ગંભીરતા લઇ બંધ પડેલ બસ સ્ટેન્ડ નું કાર્ય પુનઃ શરુ કરવામાં આવે તેવી ગોંડલ યુવા કોંગ્રેસ દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી.