Lalpar-Morbi મોરબીના લાલપર નજીક સુતેલા શ્રમિક પર ટ્રક ફરી વળતાં શ્રમિકનું કરુણ મોત.
મોરબીના લાલપર નજીક ટ્રક રીવર્સ લેતી વેળાએ ટ્રક ચાલકે સુતેલા યુવાન પર ટ્રક ફેરવી દેતા યુવાનનું મોત થયું છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મુળ યુપીના રહેવાસી હાલ એલાઈસ્ન સિરામિક લાલપરની સીમમાં રહેતા રાવેન્દ્રકુમાર શ્રીરામપાલ પાસવાને પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ટ્રક ટ્રેઇલર આરજે ૦૭ જીડી ૨૬૫૦ ના ચાલકે ટ્રક ટ્રેઇલર રીવર્સમાં લેતી વેળાએ પાછળ સુતેલ ફરિયાદીના દીકરા દિલીપને અડફેટે લીધો હતો. અને ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા ગંભીર ઈજાથી યુવાનનું મોત થયું છે. તાલુકા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ ચલાવી રહી છે.
મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.