Morbi-મોરબીના જુના બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી બાઇક ની ઉઠાંતરી.
મોરબીના જુના બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી બાઇક ની ઉઠાંતરી કરી ચોરી ગયાની આજે અંગે પંદર દિવસ બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ
રાજકોટના સંતકબીર રોડ પરનાં રહેવાસી જયદીપ લક્ષ્મણભાઈ ઘેટિયાએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૩-૦૯ ના સાંજથી તા. ૧૪-૦૯ ના સવાર દરમિયાન બાઇક જીજે ૦૩ એફસી ૫૨૯૧ કીમત રૂપિયા દશ હજાર વાળું અજાણ્યો ઈસમ ઉઠાંતરી કરી ચોરી ગયો છે. એ-ડીવીઝન પોલીસે મોટરસાયકલ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.
મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.
