Morbi-માળિયાના મોટા દહીંસરા ગામે ડમ્પરે બાઈકને હડફેટે લેતા એકનું મોત.
માળિયા મી તાલુકાના મોટા દહીસરા ગામ નજીક ડમ્પર ચાલકે બે મિત્રોને હડફેટે લઇ ઈજા પહોચાડી એક નું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ માળિયા તાલુકાના લવણપુર રેલ્વે સ્ટેશન નજીક રહેતા એકમભાઈ હિમસંગભાઈ ખરાડએ માળિયા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી એકમભાઈના ભાઈ કનુભાઈ તથા તેના મિત્ર ખીમાભાઈ બામ્ભ્વા ગઇ તારીખ ૧૮-૯ ના રોજ ભેસદળ થી લવણપુર આવતા હોય દરમિયાન મોટા દહીંસરા ગામ નજીક મેલડી માતાજીના મંદિર પાસે મોટર સાઈકલ સાઈડમાં રાખી માવો ખાવા ઉભા હતા ત્યારે પુર ઝડપે આવતા ડમ્પર જીજે ૧૨ એફ ૨૨૭૭ના ચાલકે હડફેટે લેતા બંનેને ઈજા પહોચી હતી અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ગંભીર રીતે ઘવાયેલ કનુભાઈને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.
